ખબર

અમદાવાદમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને ખેર નથી હવે. અધધધધધધ દંડ ફટકારશે

દિવસે-દિવસે કોરોના જેવી મહામારીના વધુમાં વધુ લોકો ઝપેટે ચુક્યા છે. કોરોનાના સંક્ર્મણ વધારવા માટે એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Image source
Image source

ગુજરાતનું વુહાન બનેલું અમદાવાદમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં માસ્ક નહીં પહેરો અને જાહેરમાં થૂંક્શો તો તેના દંડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

આજે રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં જાહેરમાં માસ્ક નહીં પહેરો તો અમદાવાદમાં રૂપિયા 500નો દંડ લેવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉ 200 રૂપિયા નિયત કર્યો હતો.

Image source
Image source

જાહેરમાં કોઈ નાગરિક થૂંકશે તો પણ 500 રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ગલ્લા પાસે ગ્રાહકો થૂંકશે તો પાનના ગલ્લાવાળા પાસેથી રૂપિયા 10,000 રૂપિયા દંડ વસૂલાશે.

દેશમાં માસ્ક ન પહેવા પરના દંડની રકમ રૂપિયા 200 સૌથી ઓછી ગુજરાતમાં લેવામાં આવે છે. તામિલનાડુમાં સૌથી વધુ 10,000, બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં પણ 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.