આવી 10 ગુણો વાળી છોકરીઓ સાથે લગ્ન કરશો તો બરબાદ થઇ જશો- યાદ રાખજો
લગ્ન એટલે એક જન્મનું નહીં પરંતુ 7 જન્મનું બંધન કહેવામાં આવે છે. માટે આપણે લગ્ન કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખતા હોઈએ છીએ, ખાસ કરીને છોકરા પક્ષના લોકો છોકરીના ઘણા બધા ગુણ જોતા હોય છે અને પછી જ લગ્ન માટે હા કહેતા હોય છે. આજે અમે તમને એવી જ 10 બાબતો વિષે જણાવીશું જે મહિલામાં હોય તો ક્યારેય તેની સાથી લગ્ન ના કરવા જોઈએ, કારણ કે આ બાબતોથી જીવનભર અફસોસ થઇ શકે છે.

1. પૈસાની લાલચ ધરાવનાર સ્ત્રી:
ઘણી મહિલાઓ હોય છે તેમના જીવનમાં માત્ર પૈસા જ મહત્વના હોય છે, આપણે એ વાત માનવી જોઈએ કે આજના સમયમાં પૈસાનું ઘણું જ મહત્વ છે, પરંતુ ઘણી મહિલાઓને માત્ર પૈસા સાથે જ પ્રેમ હોય છે પરિવાર સાથે કે પતિ સાથે નહિ, આવી મહિલા સાથે લગ્ન કરવાના કારણે સમય આવતા મોટી મુસીબત સર્જાઈ શકે છે. એ પૈસા ના કારણે તમને છોડી પણ શકે છે.

2. નાટકીય મહિલા:
મોટા ભાગે છોકરીઓને ડ્રામાં કરવા ગમતા હોય છે નાની નાની વાતોમાં એ ખોટું નથી પરંતુ વારંવાર નાટકો કરનારી અને નાટક કરીને ખોટું બોલતી મહિલાઓથી દૂર જ રહેવું, આવી મહિલાઓ વિશ્વાસપાત્ર નથી હોતી.

3. પોતાની વાતો દ્વારા ઝેર ફેલાવનારી:
આપણે ત્યાં કહેવત છે કે જીભમાં મીઠાશ હોવી જોઈએ પરંતુ ઘણી સ્ત્રીઓની જીભમાં મીઠાશ નહીં પરંતુ કડવાશ હોય છે અને તે પોતાની વાતો દ્વારા જ ઝેર ફેલાવવાનું કામ કરે છે, તે પરિવારમાં અને અંગત સંબંધોમાં પણ ક્યારેય શાંતિ આવવા દેતી નથી.

4. હંમેશા પોતાનું જ વિચારનારી:
ઘણી મહિલાઓને દુનિયાની કે પોતાના પરિવારની પડી નથી હોતી, તે હંમેશા પોતાનું જ વિચારતી હોય છે અને આવી મહિલા સાથે લગ્ન કરી અને પોતાના પરિવારમાં પણ આપે સુખ નથી લાવી શકતા, કારણે કે આવી મહિલા હંમેશા પોતાના માટે જ જીવતી હોય છે તેને તમારા પરિવાર કે તમારી નથી પડી હોતી.

5. બેદરકાર સ્ત્રી:
આપણે ત્યાં સ્ત્રીઓમાં એક ખાસ ગુણ છે, ઘર અને પરિવારમાં બધું જ સરકહું રાખવાનો પણ ઘણી મહિલાઓ સાવ બેદરકાર હોય છે, તે માથે આવેલી જવાબદારીઓનો પણ સ્વીકાર નથી કરી શકતી અને બહાના કાઢીને છટકતી ફરે છે. આવી મહિલાઓ સાથે લગ્ન કરવાથી પણ ઘરમાં કંકાસ થઇ શકે છે.

6. ફ્લર્ટ કરનારી સ્ત્રીઓ:
ઘણી સ્ત્રીઓ પોતાનું કામ કઢાવી લેવા માટે ફ્લર્ટ કરતી હોય છે. આવી સ્ત્રીઓ કોઈ એક પુરુષને ક્યારેય સુખી નથી રાખી શકતી, તેમનો આ ફ્લર્ટ કરવાનો ગુણ દૂર પણ નથી થતો અને લગ્ન બાદ પણ તેના આજ દુર્ગુણના કારણે તે પરિવારમાં માનસિક અશાંતિ ફેલાવે છે.

7. વચન તોડનારી સ્ત્રી:
લગ્ન એક એવું બંધન છે જ્યાં વિશ્વાસ ખુબ જ જરૂરી છે, લગ્નના સાત ફેરા લેતી વખતે પણ આપણે વચનો પાડીએ છીએ, અને જ્યારે પતિ પત્ની સાથે હોય ત્યારે વિશ્વાસ અને પ્રેમના અઢળક વચનો પણ એકબીજાને આપણે આપીએ છીએ, પરંતુ જે સ્ત્રી વાતે વાતે બદલાઈ જાય છે, વચન નથી પડી શક્તિ એવી સ્ત્રી ઉપર પણ વિશ્વાસ ના કરવો જોઈએ.

8. અઢળક માંગણી કરનારી સ્ત્રી:
સ્રીઓને નવી નવી માનઅગ્નિઓ કરવી ગમે છે, પરંતુ ઘણી સ્ત્રીઓ પરિવાર કે પતિની પરિસ્થિતિ સમજ્યા વગર જ માંગણીઓ કરતી રહે છે. આવી સ્ત્રીઓ હંમેશા પરિવારમાં પોતાની માંગણીઓના કારણે જ ઝગડા કરતી હોય છે, અને ક્યારેય પરિવારને ખુશી નથી આપી શકતી.

9. ઈર્ષા કરવા વાળી સ્ત્રીઓ:
ઘણી સ્ત્રીઓમાં ઈર્ષાનો ગુણ રહેલો હોય છે તે પોતાને મળેલા સુખથી ક્યારેય સુખી નથી રહી શકતી અને પોતાના પરિવારને અને પતિને પણ હંમેશા દુઃખી જ કરતી હોય છે.

10. પરિસ્થિતિને ના સમજનારી સ્ત્રી:
ઘણી સ્ત્રીઓ પોતાના પરિવાર અને પતિની પરિસ્થિતિને નથી સમજી શકતી અને પોતાની જ જીદ ચલાવી રાખે છે. આવી મહિલાઓ સાથે પણ ક્યારેય લગ્ન ના કરવા દુઃખી થઇ શકાય છે.