જ્યોતિષવિજ્ઞાનના આધારે બુધવારનો દિવસ બુધ ગ્રહને સમર્પિત છે. આ દિવસે ગણેશજીની આરાધના કરવાથી બુધ ગ્રહ મજબૂત બને છે. બુધવારે લીલા રંગના વસ્ત્રો ધારણ કરવાથી બુધ ગ્રહના શુભ ફળ પ્રાપ્ત થાય છે. પણ આ દિવસે અમુક કાર્યો કરવાથી વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર પડે છે. અહીં અમે તમને અમુક એવા કામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને બુધવારે ક્યારેય પણ કરવા ન જોઈએ.
1. કિન્નરોનું અપમાન ન કરો:

જો કે કોઈપણ દિવસે કિન્નર સમુદાયના લોકોનું અપમાન કરવું જોઈએ નહીં. ખાસ કરીને બુધવારના દિવસે તો ક્યારેય પણ અપમાન કરવું જોઈએ નહિ, પણ આ દિવસે તો કિન્નરોના આશીર્વાદ લેવા જોઈએ. તેનાથી તમારા કાર્યો સિદ્ધ થશે. તમારી કોશિશ એ રહેવી જોઈએ કે આજના દિવસે કિન્નરોને કંઈપણ દાન ચોક્કસ કરો.
2. કડવા વચન ન બોલો:

બુધ ગ્રહ વાણી અને સંવાદ કારક હોય છે. બુધવારના દિવસે કડવા વચનનો પ્રયોગ કરવો બુધ ગ્રહને કમજોર બનાવે છે. માટે આજના દિવસે કોઇપણ અપશબ્દ ન બોલવા જોઈએ. આવું કરવાથી તમારા જીવનની આર્થિક સમસ્યાઓ પણ દૂર થઇ જશે અને ઘરમાં ધન-સમૃદ્ધિ આવશે.
3. પશ્ચિમ દિશા તરફ યાત્રા ન કરો:

બુધવારના દિવસે પશ્ચિમ દિશા તરફ દિશાશૂળ હોય છે. આ દિવસે પશ્ચિમ દિશા તરફ યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે. માટે આજના દિવસે પશ્ચિમ દિશા તરફ યાત્રા કરવી જોઈએ નહીં.
4. માં બહેન અને દીકરી સમાન સ્ત્રીઓનું અપમાન કરવાથી બચો.

બુધવારના દિવસે માં-બહેન અને દીકરી સમાન સ્ત્રીઓનું અપમાન ક્યારેય પણ કરવું ન જોઈએ. આવું કરવાથી તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત બનશે. તમારી બૌદ્ધિક ક્ષમતમાં પણ વૃદ્ધિ થશે. તમે મોટા મોટા કાર્યોને તમારી બૌદ્ધિક આવડતથી સહેલાઈથી કરી શકશો. આજના દિવસે માં અને બહેન સમાન મહિલાઓને લીલા રંગના વસ્ત્રો કે બંગળીનું દાન કરવું જોઈએ.
5. ઉધારની લેવળ-દેવળ ન કરો:

બુધવારના દિવસે આર્થિક મામલાઓમાં ઉધારની લેવળ-દેવળ અશુભ માનવામાં આવેલી છે. તેનાથી આર્થિક બાબતોમાં કામિયાબી નહિ મળી શકે. આજના દિવસે ઉધારીમાં આપેલા પૈસા કે લીધેલા પૈસા લાભકારી નથી હોતા. આજના દિવસે લીધેલું કર્જ આર્થિક હાનિ તરફ લઇ જાય છે. માટે ધ્યાન રાખો કે આજના દિવસે કર્જ ન લો.
6. નિવેશ કરવાથી બચો:

બુધવારના દિવસે આર્થિક નિવેશ કરવાથી હાનિ થઈ શકે છે. આર્થિક હાનિથી બચવા માટે બુધવારે ભૂલથી પણ નિવેશ ન કરો. નિવેશ કરવા માટે સૌથી ઉત્તમ દિવસ શુક્રવાર માનવામાં આવે છે.
7. કાળા વસ્ત્રોનો પ્રયોગ ન કરો:

પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે વિવાહિત મહિલાઓએ બુધવારે કાળા વસ્ત્રો પહેરવા જોઈએં નહિ. આ સિવાય વિવાહિત મહિલાઓએ આજના દિવસે કાળા રંગના આભુષણો પણ પહેરવા જોઈએ નહિ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ