ખબર મનોરંજન

ખબર પડી કે કોણ બનાવી રહ્યું છે રાનુ મંડલ માટે ઘર? જાણો બધી જ વિગતો અહીં ક્લિક કરીને

લતા મંગેશ્કરનું ગીત ગાતો રાનુ મંડલનો વિડીયો વાયરલ થયા બાદથી અત્યાર સુધીમાં રાનુના જીવનમાં ઘણા બદલાવ આવી ગયા છે. લોકોને હવે તેમના વિશે જાણવાની ઘણી ઉત્સુકતા થઇ રહી છે. અત્યાર સુધીમાં ઘણા ઇન્ટરવ્યૂમાં રાનુ પોતાના જીવન વિશે અનેક ખુલાસાઓ કરી ચુક્યા છે. હિમેશ રેશમિયા સાથે તેમના ફિલ્મ માટે ગીત ગાઈ ચૂકેલા રાનુ વિશે એક એવી ખબર પણ વાયરલ થઇ હતી કે સલમાન ખાને રાનુને મુંબઈમાં 55 લાખનું ઘર ભેટમાં આપ્યું છે. પણ આ ખબર એકદમ ખોટી છે.

જો કે એ વાત એકદમ સાચી છે કે રાનુ મંડલ માટે ઘર બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ કામ સલમાન ખાન નથી કરી રહયા. જયારે આ વિશે રાનુ મંડલના મેનેજર અતીન્દ્ર ચક્રવર્તીને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે રાનુને સલમાન ખાને કોઈ જ ઓફર નથી આપી અને ઘર પણ નથી આપ્યું. તેમને જણાવ્યું કે ‘આ ખોટી ન્યુઝ વાયરલ થયા બાદ મારી પાસે ઘણા કોલ્સ આવ્યા હતા. રાનુ મંડલ માટે જે ઘર બનાવવામાં આવી રહ્યું છે એ રાણાઘાટ પ્રશાસન તરફથી આપવામાં આવ્યું છે. જે ચેનલે તેમને લાઈવ પરફોર્મન્સ આપવાની તક આપી એને સ્થાનિક પ્રશસાં સાથે મળીને તેમનું આધારકાર્ડ બનાવવામાં મદદ કરી છે.

અતીન્દ્રએ જણાવ્યું કે ‘રાનુને બોલિવૂડ, બંગાળી અને દક્ષિણ ભારતીય ફિલ્મોથી ઘણા પ્રસ્તાવો મળી રહયા છે. એક દિવસ પહેલા જ અમને એઆર રહેમાનની ઓફિસથી કોલ આવ્યો હતો. સોનુ નિગમે પણ રાનુની મદદ કરવામાં રુચિ દર્શાવી છે. બોલિવૂડથી મળી રહેલી ઓફરોની સાથે જ અમે આ પ્રસ્તાવો પર ધ્યાન આપી રહયા છે.’ અતીન્દ્રએ જણાવ્યું કે રાનુને લાઈવ પર્ફોર્મન્સ આપવાની ઘણી ઓફરો મળી રહી છે. આ બધા વચ્ચે રાનુ મને છે કે તેની સાથે જે થઇ રહ્યું છે એ સમજી નથી શકતી.

રાનુ મંડલે જણાવ્યું કે મને આ જોઈને ઘણું સારું લાગી રહ્યું છે કે લોકો મારા પર પોતાનો પ્રેમ વરસાવી રહયા છે, અને મારી સાથે કામ કરવા માંગે છે. મેં મારુ બધું જ કામ સંભાળવા માટે અતીન્દ્રને આપી રખાયું છે. આ ઉંમરમાં મારા માટે આ બધું જ સમજવું ઘણું મુશ્કેલ છે. મારી પાસે તો ફોન પણ નથી. અતીન્દ્ર મને બધી જ વસ્તુઓ શીખવી રહ્યો છે, એ મારા દીકરા સમાન છે.’

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks