વેદ-પુરાણોમાં વાસ્તુશાસ્ત્રનું ખાસ મહત્વ જણાવવમાં આવ્યું છે. જે ઘરની બનાવટ વાસ્તુશાત્રના આધારે હોય તેવા ઘરમાં હંમેશા હકારાત્મકતા બનેલી રહે છે. એવામાં આજે અમે તમને વાસ્તુશાસ્ત્રના આધારે એવી બાબતો જણાવીશું જેનાથી ઘરમાં હંમેશા હકારાત્મક્ત વાતાવરણ રહેશે.અમુક એવી વસ્તુઓ કે જેને તમારા સુવાના બેડની આસપાસ ક્યારેય પણ રાખવી ન જોઈએ. જે તમને માનસિક, શારીરિક અને આર્થિક રૂપે હેરાન કરી શકે છે.

1. પાણી:
પાણી પીવા માટે કિચન સુધી જવું ન પડે માટે લોકો બેડની બાજુમાં પાણી રાખતા હોય છે. પણ આવું કરવાથી ચંદ્રમા પ્રભાવિત થાય છે અને તેનાથી મનોરોગ જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.

2. પગલુંછણિયું(પગ લુંછવા માટેનું કાર્પેટ)
મોટાભાગે લોકો બેડની બાજુમાં જ પગલુંછણીયુ રાખતા હોય છે જેથી પગ લૂછીને બેડ પર જઈ શકાય, પણ શાસ્ત્રોના આધારે આવું કરવાથી બચવું જોઈએ. બેડની બાજુમાં જ પગલુંછણિયું રાખવાથી નકારાત્મક ઉર્જાનું વહન થાય છે જેનાથી તમારા જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે.

3. મોબાઈલ:
મોટાભાગે લોકો રાતે મોબાઈલ વાપરીને બેડ પર જ મૂકી દેતા હોય છે જે વાસ્તુના આધારે યોગ્ય બાબત નથી. આવું કરવાથી હકારાત્મક્તા દૂર થાય છે અને જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. આ સિવાય મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી જે રેડિએશન નીકળે છે તે સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક છે જેનાથી માથાને લગતી સમસ્યાઓ આવી શકે છે.

4. બુટ-ચપ્પલ:
મોટાભાગે લોકો પોતાના બેડની પાસે જ ચપ્પલ રાખતા હોય છે, જે ઘરમાં નકારાત્મક વાતાવરણ પૈદા કરે છે. માટે બેડની પાસે કે નીચે ક્યારેય પણ બુટ ચપ્પલ રાખવા ન જોઈએ.

5. વાસણ:
વાસ્તુશાસ્ત્રના આધારે બેડ પર કે બેડની બાજુમાં વાસણ ક્યારેય રાખવા ન જોઈએ. મોટાભાગે લોકો સૂતી વખતે કંઈક ને કંઈક ખાતા હોય છે અને પછી વાસણ ત્યાં જ રાખી દે છે. આવું કરવાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે જે તમારા સુખમય જીવનને બરબાદ કરી નાખે છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.