આજના સમયમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે, ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને પહેલો વિચાર આપઘાત કરી લેવાનો જ કરતા હોય છે. ઘણી એવી ઘટનાઓ સામે આવી છે જેમાં આપઘાતના કિસ્સાઓ જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ એવી જ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક પિતાએ બાળક ના થવાના કારણે મોતને વહાલું કરી લીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સહાયલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ બેલહુપુર ધીરજ શુકલાના લગ્ન 13 વર્ષ પહેલા મક્સુદાબાદ કાનપુર નિવાસી પ્રીતિ સાથે થયા હતા. લગ્નના 13 વર્ષ વીતવા છતાં પણ આ દંપતી નિઃસંતાન હતું અને પત્ની પ્રીતિ પણ સતત બીમાર રહેતી હતી. આ દરમિયાન જ થોડા દિવસ પહેલા પ્રીતિ તેના પિયર માતા-પિતા પાસે ગઈ હતી.

20 ઓક્ટોબરના રોજ ઘરનો દરવાજો બંધ હતો અને ઘણીવાર સુધી દરવાજો ના ખુલવા ઉપર પાડોશમાં રહેવા વાળો તેનો ભાઈ અનિલ શુકલા છત ઉપર થઈને ઓરડામાં પહોંચ્યો. ત્યારે તેના ભાઈ ધીરજનું શબ પંખા ઉપર ફાંસીના ફંદે લટકતું હતું. જેને જોઈને તે ચીસ પાડી ઉઠ્યો. ઉતાવળમાં પાડોશીઓની સહાયતાથી પોલીસને સૂચના આપવામાં આવી. જેના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી.

મૃતકના ભાઈ અનિલ અને ગામલોકોનું કહેવું છે કે લગ્ન બાદ સંતાનના હોવાના કારણે ધીરજ દુઃખી રહેતો હતો. તેની પત્ની પણ ઘણા સમયથી બીમાર હતી. જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો. તે ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. સૂચના મળવા ઉપર પત્ની પ્રીતિ પિયરથી સાસરે આવી ગઈ. પોલીસે પંચનામું કરી અને શબને સ્વજનોને સોંપી દીધું હતું.