પતિએ બાથરૂમમાંથી આવી ડિમાન્ડ કરી અને પત્નીએ ના પડી અને થયું ખૂનનો ખેલ…એવી રીતે કરી નાખી હત્યા કે જાણીને જ રૂંવાડા ઉભા થઇ જશે

બાથરૂમમાં પતિએ આ વસ્તુ માંગી, પત્નીએ ન આપી તો ગળું દબાવી મારી નાખી, સસરાને કહ્યું કે…

દેશમાંથી હત્યાના બનાવો સતત સામે આવવા લાગ્યા છે, કોઈ પારિવારિક વિવાદના કારણે કે પછી પતિ પત્નીના ઝઘડાના કારણે પતિ અથવા પત્ની એકબીજાની હત્યા કરવાના કાવતરા પણ રચી દેતા હોય છે, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના સામે આવી છે જેને લોકોના શ્વાસ પણ ઊંચા કરી દીધા છે. જેમાં એક પત્નીએ પતિને સૅનેટાઇઝરથી હાથ સાફ કરવાનું કહ્યું અને પતિએ પત્નીની હત્યા કરી નાખી.

આ મામલો સામે આવ્યો છે જે જયપુરમાંથી જ્યાં એક યુવકે પોતાની પત્નીનું દોરડાથી ગળું દબાવીને હત્યા કરી નાખી. કારણ એટલું જ હતું કે પત્નીએ બાથરૂમમાં તેને રૂમાલ નહોતો આપ્યો. હત્યા કર્યા બાદ તેને પત્નીના ફોન ઉપર 30 વાર કોલ કર્યા હતા. જેના બાદ તેના સસરાને ફોન કરીને કહ્યું કે “તે ફોન નથી ઉઠાવી રહી.”

માનસરોવર પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા આરોપીનો રિમાન્ડ લઈને પુછપરછ શરૂ કરી છે. જણાવવામાં આવ્યું છે કે 25 ઓગસ્ટના રોજ ચપ્પલ ઘરની બહાર ઉતારવા અને સૅનેટાઇઝરથી હાથ સાફ ના કરવાના કારણે બંને વચ્ચે વિવાદ થઇ ગયો હતો. ફોરેન્સિકની ટીમ દ્વારા સિમ્પલ અને સાબિત મળવા ઉપર હત્યારા પતિની 17 ઓગસ્ટના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી.

આરોપી રૂષિરાજ જયપુરમાં પ્રોપર્ટી ડીલર છે. તેની સાથે પુછપરછમાં જાણકારી મળી કે તેની પત્ની સાથે છેલ્લા 9 મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. 2015માં શીખા શર્મા સાથે તેના લગ્ન થયા હતા અને તમને એક 5 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હતા. બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા રહેતા હતા.

25  ઓગસ્ટના રોજ  રૂષિરાજ બપોરે ઘરે આવ્યો, શિખા સિલાઈ કરી રહી હતી. રૂષિરાજ ચપ્પલ પહેરી અને ઘરમાં આવી ગયો. ત્યારે શિખાએ તેને ચપ્પલ બહાર કાઢવા અને સૅનેટાઇઝ કરવા માટે કહ્યું હતું, જેને લઈને બંને વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. ઋષિ મારઝૂડ પણ કરવા લાગ્યો. ત્યારે બંને બાળકો ટ્યુશન ગયા હતા. બંને વચ્ચે ઘણીવાર સુધી ઝઘડો ચાલુ રહ્યો.

જેના બાદ રૂષિરાજ બાથરૂમમાં ચાલ્યો ગયો. તેને બૂમ પાડી અને ટોવેલ માંગ્યો, શિખાએ ટોવેલ આપ્યો નહિ તો ઋષિ દોરડું લઈને આવ્યો અને શિખાનું ગળું દબાવી દીધું. શિખા પોતાની જાતને બચાવવા માટે પ્રયત્ન કરતી રહી પરંતુ તેને દમ તોડી દીધો. છતાં તે મરી ગઈ છે કે નહીં તે જોવા માટે ઋષિએ ફરી દોરડાથી શિખાનું ગાળું દબાવ્યું.

રૂષિરાજ શિખાની હત્યા કરીને ગાડી લઇ ફરાર થઇ ગયો. તે પેટ્રોલ પંપ ઉપર જઈને ઇંધણ ભરાવ્યું, અને ત્યાંથી જ શીખાના મોબાઈલ ઉપર સતત 30 વાર ફોન કર્યો. જેના કારણે કોઈને શંકા ના થાય. સસરાને પણ ફોન કરીને કહ્યું કે શિખા ફોન નથી ઉઠવતી, જેના બાદ તે ફ્લેટ ઉપર પહોંચ્યા ત્યાં શીખા જમીન ઉપર પડી હતી. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી.

Niraj Patel