સાળાના લગ્નમાં જવાની રજા ના મળી તો ટ્રેન નીચે પડતું મૂક્યું, મરતા મરતા પણ જણાવી હકીકત, વીડિયો થયો વાયરલ

દેશભરમાં આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે, તો કોઈ આર્થિક સંકળામણના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર પારિવારિક ઝઘડા પણ આપઘાતનું કારણ બને છે. પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ સાળાના લગ્નમાં જવાની રજા ના મળવાના કારણે આપઘાત કરી લીધો હતો.

આ ઘટના બનીએ છે ઉત્તર પ્રદેશના કાનપુરમાં. જ્યાં એક રેલવે કર્મચારીએ ટ્રેનની નીચે કપાઈને પોતાનો જીવ આપી દીધો. આશ્ચર્યની વાત તો એ છે કે, તેનું શરીર બે ટુકડામાં વહેંચાઈ જવા છતાં પણ થોડા સમય સુધી કર્મચારી જરા પણ વિચલિત ન થયો અને ચુપચાપ ટ્રેક પર સૂઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વરસતા રહ્યા અને 10 મિનિટ પછી તેની આંખો ધીરે ધીરે બંધ થઈ ગઈ. આ દરમિયાન આસપાસ ઉભેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોનો વીડિયો રેકોર્ડ કરતા રહ્યા.

33 વર્ષીય રમેશ યાદવ કાનપુરના પંકી રેલવે સ્ટેશન પર કર્મચારી તરીકે કામ કરતો હતો. 19 ફેબ્રુઆરીના રોજ તેના સાળાના લગ્ન હતા, જેના કારણે તેણે તેના ઈન્ચાર્જ PWI એટલે કે રેલ્વે પાથ ઈન્સ્પેક્ટર ચિત્રેશ તિવારી પાસે રજા માંગી હતી. પરંતુ રજા ન મળતાં તે નારાજ થઈ ગયો હતો, કારણ કે બીજી તરફ રમેશની પત્ની અને સાસરિયાં તેના પર લગ્નમાં આવવા દબાણ કરી રહ્યાં હતાં. આ દબાણને કારણે રમેશ રજા ન મળવાથી એટલો નારાજ હતો કે તે સોમવારે પંકી રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા પર સૂઈ ગયો હતો. આ દરમિયાન જ્યારે ટ્રેન પસાર થઈ ત્યારે તેના શરીરના બે ટુકડા થઈ ગયા હતા.

જ્યારે રેલ્વે ટ્રેક પર કામ કરતા કર્મચારીઓ તેમની પાસે પહોંચ્યા ત્યારે રમેશનું વિચ્છેદ થયેલું શરીર આંસુભર્યું નિવેદન આપી રહ્યું હતું કે, “મને રજા નથી મળી, તેથી જ મેં મારો જીવ આપ્યો છે.” આનો વીડિયો પણ કર્મચારીઓએ રેકોર્ડ કર્યો હતો. જો કે, કોઈ તેને હોસ્પિટલ લઈ ગયું ત્યાં સુધીમાં રમેશની આંખોમાંથી આંસુ વહેતા બંધ થઈ ગયા અને તે કાયમ માટે શાંત થઈ ગયો. રમેશના મૃત્યુ બાદ આ મામલો મીડિયામાં હેડલાઇન્સ બન્યો અને વીડિયો વાયરલ થયો, ત્યારબાદ અલ્હાબાદના ડીઆરએમ મોહિતે ચંદ્રાએ તેની તપાસના આદેશ આપ્યા છે. તો આ ઘટનાથી નારાજ રેલવે કર્મચારી અનિશ્ચિતકાલીન ધરણાં પર બેસી ગયા છે.

 

Niraj Patel