સારું સ્વાસ્થ્ય લાંબી ઉંમર માટે ખુબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય સારું હશે તો જ જીવન ખુશનુમા રહેશે. જો તમે તમારા જીવનમાં અમુક નાના નાના બદલાવો કરશો તો સારું સ્વાસ્થ્ય બનાવવામાં સક્ષમ થશો. આ નાના-નાના બદલાવોમાં તમારી ખાણી-પીણીની આદતોનો પણ સમાવેશ છે. દરેક કોઈ જાણે છે કે બદામ આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોની પુર્તી માટે કેટલી જરૂરી છે અને તેને ખાવાથી શરીરમાંથી બીમારીઓ પણ દૂર ભાગી જાય છે.

વિટામિન બી-12, ફોસ્ફરસ અને કોપરનો સારો એવો સ્ત્રોત માનવામા આવતી બદામ શરીરને સ્વસ્થ રાખે છે. રોજ એક મુઠ્ઠી બદામ ખાવાથી હૃદયની બીમારીઓ, મોટાપો, મગજની કમજોરી જેવી સમસ્યા દૂર થાય છે. એક મુઠ્ઠી બદામમાં 3.5 ગ્રામ ફાઈબર, 6 ગ્રામ પ્રોટીન અને 14 ગ્રામ ફેટ હોય છે. આ સિવાય વિટામિન ઈ, મેગ્નેશિયમ અને મેન્ગેનીઝ પણ સારી એવી માત્રામાં હોય છે.

બદામ ખાવાના ફાયદા:
બદામ લોહીના પરિભ્રમણ અને યાદશક્તિને યોગ્ય બનાવે છે. પાચન ક્રિયાને સારું બનાવે છે અને વજન ઘટાડવા માટે મદદરૂપ છે. ગર્ભાવસ્થામાં પલાળેલી બદામ ખાવાથી ફૉલિક એસિડની માત્રાની પૂર્તિ થાય છે અને ન્યુરલ ટ્યુબમાં થનારી સમસ્યાઓથી બચાવે છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે પણ બદામ ખુબ જ ફાયદેમંદ છે.

બદામ તેલના પણ છે અઢળક ફાયદાઓ:
મહેંદીમાં ભેળવીને બદામ તેલ લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે. બદામ તેલમાં આયરનની માત્રા ભરપૂર હોય છે, જેના સેવનથી શરીરમાં લોહીની ખામી દૂર થાય છે. બદામ તેલના સેવનથી લગાતાર થતો પેટમાં દુઃખાવો, કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે. બદામ તેલના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને શરીરની ગંદકીને બહાર કાઢે છે.

બદામ સૂપના પણ છે ફાયદા:
હાઈ ફાઈબર, પ્રોટીન, વિટામિન-ઈ, સેનેમિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામિન-બી જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર બદામ સૂપ પણ તમારા શરીર માટે ખુબ જ ફાયદેમંદ હોય છે. બદામનું સૂપ બાળકોના વિકાસ માટે ખુબ જ ફાયદેમંદ હોય છે.
જો કે બદામ ખાવી દરેકને પસંદ હોય છે પણ અમુક લોકોને બદામની એલર્જી પણ હોય છે. એવામાં અમે તમને જણાવીશું કે શરીરમાં કઈ સમસ્યાઓ હોય તો બદામ ખાવી ન જોઈએ.

શરીરમાં હોય આ ચાર સમસ્યાઓ તો ન ખાવી જોઈએ બદામ:
1. જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો તમારે બદામ ખાવી જોઈએ નહિ. છતાં પણ તમે બદામ ખાવા માંગો છો તો દિવસમાં માત્ર બે કે ત્રણ જ બદામ ખાઓ.
2. ત્વચાને લગતી કોઈ સમસ્યા હોય તો બદામ ખાવી જોઈએ નહિ.
3. જો તમે વજન ઓછું કરવામાં લાગેલા છો તો ભૂલથી પણ બદામ ખાવી જોઈએ નહિ. તમે બદામ હલકી સાંતળીને કે પાણીમાં પલાળીને ખાઈ શકો છો.
4. જો તમને બ્લડ પ્રેશર ખૂબ હાઈ રહે છે ત્યો બદામ ખાવી જોઈએ નહિ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.