ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં હતો કંઈક આવો નજારો, જશ્ન મનાવવાની જગ્યાએ કર્યું આ કામ, જુઓ વીડિયો

ગઈકાલની ભારત પાકિસ્તાનની મેચમાં ભારતને એક મોટી હાર મળી, પાકિસ્તાનની ટીમે 10 વિકેટે ભારતને હરાવીને એક નવો કીર્તિમાન પણ સ્થાપિત કરી દીધો. ટી-20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાને પહેલીવાર હરાવ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે પાકિસ્તાનની ટીમ આ જીત બાદ ખુબ જ ખુશ જોવા મળી હશે અને એવું અનુમાન પણ લગાવવામાં આવ્યું હશે કે પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમની અંદર ભવ્ય ઉજવણી પણ થઇ હશે.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમની અંદર જીતની ઉજવણી ઉજવવામાં આવી નહોતી. પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાંથી જે વીડિયો સામે આવ્યો છે તેમાં પાકિસ્તાનના ખેલાડીઓ ભારત સામેની જીતનો ઉત્સવ માનવતા નહિ પરંતુ કંઈક બીજું જ કરતા જોવા મળી રહ્યા છે.

ડ્રેસિંગ રૂમની અંદર પાકિસ્તાની ટીમના ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફ બધા હાજર દેખાઈ રહ્યા છે અને ભારત સામે જીતની ઉજવણી કરવાની જગ્યાએ તે આગળનું પ્લાનિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને પાકિસ્તાન ક્રિકટના ટ્વીટર હેન્ડલ ઉપર શેર કરવામાં આવ્યો છે. જેમાં કપ્તાન અને કોચ ટીમને સંબંધિત કરી આગળનો ગેમ પ્લાન જણાવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં સામે આવેલા આ વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પહેલા કપ્તાન બાબર આઝમ ટીમને સંબોધિત કરે છે.  તે કહે છે કે ભારતની જીત બાદ આપણે હોશ નથી ખોઈ બેસવાના. પરંતુ હજુ ફક્ત એક જ મુકાબલો જીત્યા છે. કામ નથી પૂર્ણ થયું. આપણે આત્મવિશ્વાસ બનાવી રાખવાનો છે. પરંતુ અતિ આત્મવિશ્વાસનો શિકાર નથી થવાનું.  આપણે ફરવાનું છે. ફેરવવાના છે. આપણું ધ્યાન વર્લ્ડ કપ જીતવાનું છે, જેને આપણે બધા આપણી રમતની મજા માણતા માણતા જીતીશું.”

પાકિસ્તાનની ટીમને બાબર આઝમ દ્વારા સંબોધ્યા બાદ ટીમના હેડ કોચ સકલીન મુસ્તાક દ્વારા પણ ટીમને બે શબ્દ કહેવામાં આવ્યા. તેમને પહેલા તો ભારતને હરાવવા વાળી પ્લેઈંગ ઇલેવન અને સપોર્ટ સ્ટાફ માટે તાળીઓ વગાડી. તેના બાદ તેમને કહ્યું કે જે થઇ ગયું તેને હવે ભૂલી જવાનું છે. હવે આપણે એ કરવાનું છે જે રહી ગયું છે. બાકીની ટિમો આ વિચાર સાથે જ અમારી સામે પ્લાનિંગ કરશે અને આપણે તેના માટે તૈયાર રહેવાનું છે.

પાકિસ્તાનના  પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ પાકિસ્તાનની આ જીત ઉપર તેમને શુભકામનાઓ આપી હતી. તેમને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “પાકિસ્તાન ટીમને અભિનંદન ! ખાસ કરીને બાબર આઝમને જેને પુરી હિંમત સાથે ટીમનું નૈતૃત્વ કર્યું અને રિઝવાન અને શાહીન આફ્રિદીને પણ તેમને શાનદાર પ્રદર્શન કર્યું.”


જો કે પાકિસ્તાનની ટીમ દાવર ભલે  ઉજવણી કરવામાં ના આવી હોય પરંતુ પાકિસ્તાનના ઘણા શહેરોમાં મોડી રાત્રે મેચ પૂર્ણ થયા બાદ ઉત્સવ મનાવવામાં આવ્યો અને લોકો રસ્તા ઉપર ડાન્સ કરવા પણ લાગી ગયા. પરંતુ તેમની ખુશીઓ વધારે સમય સુધી ના ચાલી અને ખુશીનો માહોલ અચાનક જ માતમમાં બદલાઈ ગયો. લોકોએ ખુશી મનાવતા મનાવતા ફાયરિંગ પણ કર્યું અને આ ફાયરિંગમાં 12 લોકો ઘાયલ થઇ ગયા.

Niraj Patel