આપણા હિન્દૂ ધર્મની અંદર પૂજાને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા આપણે સાચા તન-મનથી અને વિધિ વિધાન સાથે કરતા હોઈએ છીએ, પરંતુ પૂજા દરમિયાન કેટલીક એવી ભૂલો પણ આપણે અજાણતા કરી બેસતાં હોઈએ છીએ જેના કારણે આપણી પૂજા સફળ નથી થતી. આજે અમે તમને પૂજા દરમિયાન નીચે ના મુકવાની 10 વસ્તુઓ વિશે જણાવીશું, જેને નીચે મુકવી અશુભ માનવામાં આવે છે અને દેવતાઓ તેનાથી નારાજ પણ થઇ જાય છે.

1. દીવો:
પૂજાની અંદર દીપકનું એક આગવું જ મહત્વ છે. પરંતુ દીપકને ક્યારેય જમીન ઉપર ના રાખવો જોઈએ. તેને થોડા ચોખાની ઢગલી કરીને અથવા તો બાજઠ ઉપર રાખવો જોઈએ.

2. સોપારી અને સિક્કા:
પૂજાની અંદર સોપારી અને સિક્કાનો પણ ઉપયોગ થતો હોય છે. સોપારી અને સિક્કાને પણ ક્યારેય જમીન ઉપર રાખવા ના જોઈએ.

3. શાલિગ્રામ:
તમે જયારે શાલિગ્રામનો ઉપયોગ પૂજાની અંદર કરતા હોય ત્યારે તેને પણ જમીન ઉપર ના રાખવો જોઈએ. શાલિગ્રામને રેશમી કાપડ ઉપર રાખવો.

4. મણિ અથવા રત્ન:
જો તમારી પૂજાની અંદર મણિ અથવા તો રત્નનો ઉપયોગ થઇ રહ્યો છે તો તેને પણ ક્યારેય જમીન ઉપર ના રાખવા જોઈએ. તેમને સ્વચ્છ કપડામાં રાખવા.

5. દેવી દેવતાની પ્રતિમા:
પૂજા દરમિયાન દેવી દેવતાઓની પ્રતિમાઓને પણ ક્યારેય જમીન ઉપર ના રાખવી જોઈએ. તેમને પણ બાજઠ ઉપર થોડા ચોખા મૂકી અથવા તો સોના ચાંદીના સિંહાસન ઉપર રાખવી જોઈએ.

6. દેવી-દેવતાઓના વસ્ત્ર અને આભુષણ:
પૂજા દરમિયાન દેવી-દેવતાઓને હંમેશા સ્વચ્છ અને પવિત્ર જ વસ્ત્રો પહેરાવવા જોઈએ. માટે પૂજા દરમિયાન તેને જમીન ઉપર રાખવાથી ગંદા થઇ જાય છે. જે શુભ માનવામાં નથી આવતું.

7. જનેઉ:
જનેઉંને પણ સ્વચ્છ કપડાંની અંદર જ રાખવી જોઈએ. કારણ કે તેને પણ દેવતાઓને મુખ્ય રૂપે અર્પિત કરવામાં આવે છે.

8. શંખ:
પૂજા દરમિયાન શંખને પણ ક્યારેય જમીન ઉપર ના રાખવો જોઈએ, તેને પણ કોઈ લાકડાની પટ્ટી અથવા તો કપડાં ઉપર રાખવો.

9. ફૂલ:
ફૂલ ભગવાનને ચઢાવવામાં આવતું એક પવિત્ર વસ્તુ છે. તેને પણ ક્યારેય જમીન ઉપર ના રાખવા જોઈએ. તેને કોઈ ધાતુના અથવા તો સ્વચ્છ પાત્રમાં રાખવા જોઈએ.

10. પાણીનો કળશ:
ભગવાનને પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવતા પાણીના કળશને પણ જમીન ઉપર ના રાખવો જોઈએ. તેને પણ થાળીમાં મુકવો.