2024 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી, યુદ્ધના મેદાનમાં ડરથી કાંપશે ચીન ! જાણો બીજું શું-શું થશે

દુનિયામાં એવા ઘણા ભવિષ્યવક્તા અને ફિલોસોફરો થયા છે, જેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. ફ્રેન્ચ ફિલોસોફર નાસ્ત્રેદમસ પણ આમાંથી એક છે. વર્ષ 2024 શરૂ થવામાં માત્ર થોડો જ સમય બાકી છે. આવી સ્થિતિમાં નવું વર્ષ પોતાના માટે, દેશ અને દુનિયા માટે કેવું રહેશે તે જાણવાની દરેકને ઉત્સુકતા હોય છે. નાસ્ત્રેદમસે સેંકડો વર્ષ પહેલા વર્ષ 2024 માટે ભવિષ્યવાણી કરી હતી.

જો તેમની વાત સાચી સાબિત થાય છે તો આવનારું વર્ષ દુનિયા માટે સારું નથી. નાસ્ત્રેદમસે જર્મનીમાં હિટલરનો ઉદય અને યુએસ પ્રમુખ જોન એફ કેનેડીના ગોળી મરી હત્યા કરવા સહિત 100 લોકો માટે ભવિષ્યવાણી કરી છે. તે પોતાની કવિતાઓ દ્વારા ભવિષ્યવાણીઓ કરતા હતા. સમગ્ર વિશ્વમાં લોકો તેમની કવિતાઓ ડીકોડ કરે છે અને તેમની ભવિષ્યવાણીઓ બધાની સામે લાવે છે.

2024 માટે નાસ્ત્રેદમસની આગાહીઓ ચિંતા પેદા કરી રહી છે. તેમની આગાહી અનુસાર, 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકામાં અસ્થિરતા આવી શકે છે અને અહીં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.નાસ્ત્રેદમસના મતે નવા વર્ષમાં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. તેમણે તેમની કવિતામાં કહ્યું છે કે ‘લાલ શત્રુ ભયથી પીળો થઈ જશે, મહાન મહાસાગરમાં ભય હશે.’

ઘણા લોકો લાલ શત્રુને સામ્યવાદી ચીન માને છે. પોતાના પુસ્તકમાં લખતા નાસ્ત્રેદમસ ચેતવણી આપે છે કે વર્ષ 2024માં પરમાણુ વિસ્ફોટ થશે જેની આબોહવા પર ઊંડી અસર પડશે. આ વર્ષે હીટવેવની સ્થિતિ વધારે રહી શકે છે.

Shah Jina