2023ની ખુશીઓ મનાવનારા સાવધાન ! નાસ્ત્રેદમસની આ 6 ભવિષ્યવાણી તમારા હાજા ગગડાવી નાખશે.. જુઓ શું કહ્યું હતું ?

નાસ્ત્રેદમસની 2023ને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણીઓથી થરથર કંપી ઉઠ્યું છે આખું વિશ્વ, જુઓ તેની 6 ચોંકાવનારી ભવિષ્યવાણીઓ…

થોડા જ દિવસ બાદ હવે વર્ષ 2023ની શરૂઆત થવાની છે. ત્યારે આ નવું વર્ષ કેવું રહેશે તેને લઈને સૌ કોઈ ચિંતિત પણ છે. ત્યારે દુનિયાભરના લોકો આ નવા વર્ષનું વેલકમ ખુશીઓ માનવીને કરવાના છે. આપણા ઘણા ભવિષ્યશાસ્ત્રીઓએ આવનારા વર્ષોને લઈને બહુ પહેલાથી જ ચોંકાવનારી ભવિષ્યવાણીઓ પણ કરી છે અને તેમાંથી મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પણ પડી છે, ત્યારે જ એવા જ એક ભવિષ્યશાસ્ત્રી નાસ્ત્રેદમસની 2023ને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી ખુબ જ ચર્ચામાં છે.

કોરોના અને રશિયા-યુક્રેન યુદ્ધ સંકટ વચ્ચે વિશ્વ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવનારું વર્ષ 2023 કેવું રહેશે? ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવક્તા “માઈકલ ડી નાસ્ત્રેદમસ” એ દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે ખૂબ જ ડરામણી છે. નાસ્ત્રેદમસે તેમના પુસ્તક લેસ પ્રોફેસીસમાં આવી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી મોટાભાગની સાચી સાબિત થઈ છે.

નાસ્ત્રેદમસે આવતા વર્ષ 2023 માટે ઘણી ડરામણી ભવિષ્યવાણીઓ કરી હતી જે આજકાલ ચર્ચામાં છે. દુનિયા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. વર્ષ 1566માં નાસ્ત્રેદમસનું અવસાન થયું અને તે પહેલા તેમણે 6,338 ભવિષ્યવાણીઓ કરી હતી. આમાં તેમણે કહ્યું હતુ કે દુનિયાનો અંત ક્યારે અને કેવી રીતે થશે. આવો જાણીએ વર્ષ 2023 માટે નાસ્ત્રેદમસ દ્વારા કરાયેલ ભવિષ્યવાણીઓ…

1. મંગળ પર પહોંચશે માણસ:
નાસ્ત્રેદમસે મંગળ વિશે મોટી ભવિષ્યવાણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મંગળ પર પ્રકાશ પડી રહ્યો છે. આ અંગે ઘણા લોકો માને છે કે નાસ્ત્રેદમસે મંગળ પર મનુષ્યના આગમનની ભવિષ્યવાણી કરી છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે મંગળ પર પહોંચવા સંબંધિત મિશનને મોટી સફળતા મળી શકે છે.

2. ત્રીજું વિશ્વયુદ્ધ:
નાસ્ત્રેદમસેની આગાહી અનુસાર, યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ વર્ષ 2023માં પણ ચાલુ રહેશે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. તેમનો દાવો છે કે 2023માં પણ આ યુદ્ધ 7 મહિના ચાલશે. ઘણા લોકો માને છે કે ચીન અને તાઈવાન વચ્ચે સંઘર્ષ શરૂ થઈ શકે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે અમેરિકા તાઈવાનની સુરક્ષા માટે આવશે અને તે એક મોટા યુદ્ધનું સ્વરૂપ લેશે.

3. પૉપ પર ભવિષ્યવાણી:
નાસ્ત્રેદમસે આગાહી કરી હતી કે પોપ બદલાશે. જો આવું થશે તો પોપ ફ્રાન્સિસની જગ્યાએ કોઈ નવું આવશે. નાસ્ત્રેદમસે કહ્યું છે કે પોપ ફ્રાન્સિસ છેલ્લા સાચા પોપ હશે. આગામી પોપ ભ્રષ્ટાચાર કરશે.

4. આકાશમાંથી વરસશે આગ:
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ, આકાશી અગ્નિ શાહી મહેલ પર પડશે. તેમણે દાવો કર્યો હતો કે સંસ્કૃતિની રાખમાંથી એક નવી સંસ્કૃતિનો ઉદય થશે. ઘણા લોકો તેને વિશ્વના અંત સાથે જોડી રહ્યા છે, જ્યારે કેટલાક તેને વિશ્વના નવા કાયદા સાથે અર્થઘટન કરી રહ્યા છે.

5. બે મહાન શક્તિઓ આવશે સાથે:
નાસ્ત્રેદમસે બે મહાન શક્તિઓના નવા જોડાણની આગાહી કરી હતી. નાસ્ત્રેદમસના મતે, આ જોડાણ મજબૂત પુરુષ અને નબળા પુરુષ અથવા સ્ત્રી નેતા વચ્ચે હશે. તેમણે કહ્યું હતું કે તેની અસર સારી હશે, પરંતુ લાંબો સમય નહીં ચાલે.

6. દુનિયામાં આવશે આર્થિક સંકટ:
નાસ્ત્રેદમસની આગાહી મુજબ વિશ્વના ઘણા દેશો આર્થિક સંકટથી પરેશાન દેખાશે. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ પછી કેટલાક દેશોમાં લોકોને યોગ્ય ભોજન પણ નહીં મળે. બેરોજગારી ચરમસીમાએ પહોંચશે. લાખો લોકો તેમની નોકરી ગુમાવશે. માણસો જ માણસોને ખાવા દોડશે.

Niraj Patel