નાસ્ત્રેદમસ એ એવું નામ છે કે જેના વિશે તમે એકવાર સાંભળ્યું કે વાંચ્યું તો હશે. હજારો વર્ષો પહેલા સમગ્ર વિશ્વ વિશેની આગાહીઓ કરનાર ફ્રેન્ચ ભવિષ્યવક્તા માઇકલ ધ નાસ્ત્રેદમસની આગાહીઓ લગભગ સાચી સાબિત થઇ છે, એ જ કારણ છે કે સમગ્ર વિશ્વના લોકો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરે છે.

નાસ્ત્રેદમસે 2020 માટે જે કરેલી આગાહીઓમાં માનવતા માટે સારા સમાચાર નથી. નાસ્ત્રેદમસની આગાહીમાં 2020માં વિશ્વના વિનાશના સંકેતો પણ છુપાયેલા છે. તો ચાલો આપણે જાણીએ કે નાસ્ત્રેદમસે 2020 માટે કઈ આગાહીઓ કરી છે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી છે કે આખું વિશ્વ 2020માં આર્થિક સંકટની ઝપેટમાં આવી જશે. તેમણે આગાહી કરી હતી કે 2020માં ઘણા દેશો વચ્ચે તણાવ વધશે. આ સાથે, આ સદીનું સૌથી મોટું આર્થિક સંકટ પણ 2020માં આવશે. મળતી માહિતી મુજબ ભારથી લઈને આખા વિશ્વની અર્થવ્યવસ્થા અત્યારે ખરાબ સ્થિતિમાં છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર યુદ્ધની શરૂઆત થઈ ચુકી છે. ભારતના આર્થિક વિકાસ દરમાં પણ મોટો ઘટાડો થયો છે.

નાસ્ત્રેદમસે વર્ષ 2020માં ત્રીજા વિશ્વ યુદ્ધની વાત પણ કરી છે. 2020માં, યુ.એસ. એશિયામાં સૌથી મોટી સૈન્ય કવાયત શરૂ કરશે. ભવિષ્યવાણી મુજબ, વર્ષ 2020માં વિશ્વના મોટા શહેરોમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થશે અને લોકો ખુલ્લેઆમ રસ્તાઓ પર ઉતરશે. ઘણા લોકોને પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં આશરો લેવાની ફરજ પડશે.

એટલું જ નહીં, નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ, આ જ વર્ષમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ થઈ શકે છે, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ, 2020માં ગ્રેટ બ્રિટનની મહારાણીનું મૃત્યુ, છેલ્લા 70 વર્ષોમાં અહીંની સૌથી વિનાશક ઘટનાઓમાંથી એક હશે. મહારાણીના અવસાન પર, ઓછામાં ઓછા 12 દિવસ સુધી, ગ્રેટ બ્રિટન શોક મનાવશે અને આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના કાર્યક્રમો નહીં થાય.

ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને, કેટલાક નિષ્ણાતોએ અહીંની અર્થવ્યવસ્થામાં કેટલાક અબજ પાઉન્ડના નુકસાનનો અંદાજ લગાવ્યો પણ છે. ભવિષ્યવાણીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે મહારાણીના મૃત્યુ બાદ પ્રિન્સ ચાર્લ્સ ગ્રેટ બ્રિટનની ગાદી સંભાળશે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે વર્ષ 2020માં, આખા વિશ્વમાં ભયંકર તોફાન આવશે. ઉપરાંત, નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકો ચંદ્ર પર રહેવા જશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ, આકાશમાં ધૂમકેતુની ઘટના સાથે હિંસાની ઘટનાઓ પણ થશે.

ભવિષ્યવાણીમાં એવું પણ કહેવાયું છે કે 2020 સુધીમાં લોકો પહેલા કરતા વધુ જાગૃત બનશે અને લોકોમાં એક નવા પ્રકારનું આધ્યાત્મિક વલણ જોવા મળશે. સાથે જ ભવિષ્યવાણીની અનુસાર, દુનિયાના ઘણા દેશોમાં ધાર્મિક અતિવાદ પણ વધશે. નાસ્ત્રેદમસની ડરાવનાર ભવિષ્યવાણીઓ વચ્ચે એક રાહત આપે એવી વાત એ છે કે 2020 સુધીમાં ચિકિત્સા ક્ષેત્રમાં સારી પ્રગતિ થશે જેનાથી લોકોનું સરેરાશ આયુષ્ય વધી જશે.

અત્યાર સુધીમાં નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાણીઓ સાચી થઇ ચુકી છે – તેમને પોતાના મુત્યુની ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઇ હતી. આ સિવાય ભારતમાં મોદી યુગની શરૂઆત, ડાયેનાનું મૃત્યુ, એડોલ્ફ હિટલરનો ઉદય, પરમાણુ બૉમ્બ, બીજું વિશ્વયુદ્ધ અને 9/11 પણ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. સાથે જ એમરિકાના 45મા રાષ્ટ્રપતિ વિશે નાસ્ત્રેદમસે જે સાંકેતિક રૂપે કહ્યું હતું, એ ડોનાલ્ડ ટ્રમ્પના રૂપમાં એકદમ સચોટ સાબિત થયું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.