બાળકોની સ્કૂલ ઉપર આડેધડ કરવામાં આવ્યો ગોળીબાર, 22 બાળકો સહીત 34 લોકોને મારી નાખ્યા, હત્યારાએ પોતાના પત્ની અને બાળકોને પણ ના છોડ્યા

દુનિયાભરમાં ગોળીબારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં ઘણા માસુમ લોકો મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હાલ એવો જ એક તાજા મામલો થાઈલેન્ડમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ સ્કૂલ પર ધડાધડ ફાયરિંગ કર્યું અને 34 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, જેના બાદ તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી. આ 34 લોકોમાં 23 તો બાળકો હતા. હજુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મરનારની સંખ્યા હજુ પણ વધી શકે છે.

આ ઘટના થાઈલેન્ડમાં પૂર્વોત્તર પ્રાંતમાં ઘટી છે. ગુરુવારે દેશના નોંગ બુઆ લામ્ફુ પ્રાંતમાં એક બાળ કેન્દ્રમાં સામૂહિક ગોળીબારમાં બાળકો સહિત 34 લોકો માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલાઓમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, જેણે આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો છે તે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે.

થોડા સમય પહેલા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ જનરલ તોરસક સુકવિમોલે જણાવ્યું હતું કે બાળ કેન્દ્ર પર થયેલા હુમલામાં 34 લોકો માર્યા ગયા હતા, જેમાં 23 બાળકો હતા. અલ જઝીરાના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી સેવાઓને લગભગ 12:30 વાગ્યે એલર્ટ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 34 લોકોની હત્યા કર્યા પછી, આરોપી વ્યક્તિએ તેના બાળક અને પત્નીને પણ ગોળી મારી અને પછી પોતાને પણ ગોળી મારી દીધી.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પોતે પૂર્વ પોલીસ અધિકારી છે. એવું કહેવામાં આવ્યું હતું કે હુમલાખોર બેંગકોક લાઇસન્સ નંબર પ્લેટની સફેદ પીકઅપમાં ભાગી ગયો હતો. પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે જો કોઈએ આ નંબરનું પીકઅપ વાહન જોયું હોય તો 192 પર ફોન કરીને માહિતી આપો. આ ઘટના બાદ થાઈલેન્ડના વડાપ્રધાને તમામ એજન્સીઓને કાર્યવાહી કરવા અને ગુનેગારને પકડવા માટે એલર્ટ જાહેર કર્યું છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, થાઈલેન્ડમાં લાયસન્સવાળી બંદૂકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધુ છે, પરંતુ સત્તાવાર આંકડાઓમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારોનો સમાવેશ થતો નથી. અગાઉ, વર્ષ 2020માં સમાન સામૂહિક ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રોપર્ટી ડીલિંગથી ગુસ્સે થયેલા સૈનિક દ્વારા 29 લોકોને ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં 57 લોકો ઘાયલ થયા હતા, જે ચાર જગ્યાએ ફેલાયેલા હતા.

Niraj Patel