આ છોકરીઓને રસ્તા વચ્ચે ઉભા રાખીને યુવકો પૂછવા લાગ્યા ભાવ અને પછી યુવતીઓએ જે કર્યું છે એ જોઈને તમે પણ..

રાતના અંધારામાં રોડ પડી જતી હતી છોકરીઓ,યુવકોએ ખુલ્લે આમ જ કરી છેડછાડ,રસ્તામાં જ પૂછતાં હતા ભાવ અને પછી આ છોકરીઓએ જે કર્યું એ જુઓ વીડિયોમાં

દેશભરમાં મહિલાઓ સાથે છેડછાડ કરવાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ઘણી ઘટનાઓ હવે આપણી આસપાસ પણ બનતી હોય છે,  તો ઘણા કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયા અને સમાચારોમાં પણ સાંભળતા અને જોતા હોઈએ છીએ. આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં રસ્તે ચાલતી છોકરીને કેટલાક છોકરાઓ છેડતી કરી રહ્યા હતા.

આ મામલો સામે આવ્યો છે દિલ્હીના હોજ ખાસ ગામમાંથી. જેમાં નોર્ટ ઇસ્ટની કેટલીક છોકરીઓ સાથે કેટલાક છોકરાઓ ઝઘડી રહ્યા છે. છોકરીઓએ તેમના ઉપર છેડછાડનો આરોપ પણ લગાવ્યો છે અને જણાવ્યું જે કે છોકરાઓ તેમને આખી રાતનો ભાવ પણ પૂછતાં હતા.

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલિવાલ દ્વારા આ વીડિયોને ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગયો અને જેના બાદ દિલ્હી પોલીસે કોઈપણ રીતે આ છોકરીઓનો સંપર્ક કર્યો હતો.

દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ડીસીપી ઈંગિત પ્રતાપ સિંહના જણાવ્યા પ્રમાણે 30 વર્ષીય છોકરીએ જણાવ્યું કે 18-19 જુલાઈની રાત્રે પોતાની ત્રણ મિત્રો સાથે હૌજખાસ ગામના એક બારની અંદર ગઈ હતી. જયારે તે ત્યાંથી બહાર નીકળીને કેબની રાહ જોઈ રહી હતી ત્યારે જ ત્યાંથી પસાર થઇ રહેલા છોકરાઓએ તેમના ઉપર અશ્લીલ કોમેન્ટ કરી હતી.

છોકરીઓએ જણાવ્યું કે છોકરાઓ તેમને આખી રાતનો ભાવ પૂછવા લાગ્યા. ત્યારબાદ છોકરી અને તેની મિત્રોએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું અને પછી તે લોકો કાન પકડવા લાગ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. આ છોકરાઓ વિરુદ્ધ દિલ્હીના સફદરજંગ ઈન્કવેલ પોલીસ સ્ટેશનમાં આઇપીસી 509 અંતર્ગત કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર ઉપર આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકોને છેડછાડ કરનારા યુવકો ઉપર ગુસ્સો પણ આવી રહ્યો છે. ઘણા લોકોનું કહેવું છે કે આ છોકરાઓને આવી નીચ હરકત કરતા જરા પણ શરમ નથી આવતી.

મોટાભાગના લોકો આ મામલાની અંદર તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. સાથે એક્શન લેવાનું પણ જણાવી રહ્યા છે. પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. ઘણા લોકોએ આ લોકોની ખુબ જ નિંદા પણ કરી છે.

Niraj Patel