મનોરંજન

બાળકોની સફળતાનું પણ નથી કોઈ ઘમંડ, મુંબઈથી દૂર સાધારણ જીવન જીવી રહ્યા છે આ 5 ખ્યાતનામ કલાકારોના પિતા

બાપ કમાણી નહિ, પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડ્યો, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવુડમાં નેપોટિઝ્મ મુદ્દે એક તોફાન ઉભું થઇ ગયું છે. આપણે ઘણા બૉલીવુડ સાથે જોડાયેલા લોકોને જોયા જેમના દીકરાઓ બોલીવુડની અંદર આવી અને ઘણી જ નામના મળેવી ગયા, તેમને જીવનમાં ખાસ સંઘર્ષ પણ કરવો ના પડ્યો, પરંતુ બોલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે જે પોતાના દમ ઉપર બોલીવુડની અંદર આવ્યા છે. અને તેમના પિતાને પણ દીકરાની સફળતાનું કોઈ ઘમંડ નથી. આજે આપણે એવા જ બોલીવુડના ખ્યાતનામ કલાકારોના પિતા વિશે જાણીશું.

Image Source

1. પંકજ ત્રિપાઠીના પિતા:
પંકજ ત્રિપાઠી આજે બોલીવુડમાં એક મોટું નામ બની ગયું છે. પંકજે આ નામ પોતાની મહેનતથી બનાવ્યું છે. તેના પિતા બનારસ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના બેલસંડ ગામમાં રહે છે અને એક ખેડૂત તરીકે જ પોતાનું જીવન વિતાવે છે.

Image Source

2. કાર્તિક આર્યનના પિતા:
અભિનેતા કાર્તિક આર્યન પણ આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગયો છે. તેને પણ પોતાની મહેનત દ્વારા આ જગ્યા મેળવી છે, તેના પિતા પહેલા સામાન્ય નોકરી કરતા હતા.

Image Source

3. અનુષ્કા શર્માના પિતા:
અભિનેત્રી અનુષ્કા શર્મા બોલીવુડની ટોપની અભિનેત્રીઓમાં નામ ધરાવે છે. તેના પિતા એક અજય કુમાર શર્મા આર્મીમાં હતા. અને હાલ તે સામાન્ય જીવન વિતાવી રહ્યા છે.

Image Source

4. આયુષ્માન ખુરાનાના પિતા:
પોતાના અભિનયથી સૌનું દિલ જીતનારા અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતા પી.ખુરાના એક એસ્ટ્રોલોજર છે. તેમને આ વિષય ઉપર ઘણા પુસ્તકો પણ લખ્યા છે લખ્યા છે. આયુષ્માનના પિતા ચંડીગઢમાં રહે છે.

Image Source

5. મનોજ બાજપાઈના પિતા:
મનોજ બાજપાઈ આજે ભલે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગયું હોય, પરંતુ તેના પિતા રાધાકાંત બાજપાઈ આજે પણ ગામડામાં રહીને સામાન્ય જીવન વિતાવે છે.