ફિફા વર્લ્ડકપમાં પર્ફોમન્સ આપતા વખતે નોરા જોશમાં ખોઈ બેઠી હોંશ, ઉત્સાહમાં આવીને હાથમાં રાષ્ટ્રધ્વજ પકડ્યો અને હડહડતું અપમાન કરવાનો આક્ષેપ, જુઓ વીડિયો

ફિફા વર્લ્ડ કપમાં લાખો દર્શકોની સામે નોરા ફતેહીએ રાષ્ટ્રધ્વજ પકડીને લગાવ્યા જય હિન્દના નારા, અને પછી કરી એવી હરકત કે રાષ્ટ્રધ્વજનું અપમાન થયાનો લાગ્યો આક્ષેપ, જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સ અને બોલ્ડ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં છે. નોરાએ તેના શાનદાર અભિનયથી બધાના દિલ જીતી લીધા છે. તાજેતરમાં જ અભિનેત્રી કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં રમાઈ રહેલી મેચ જોવા પહોંચી હતી, FIFA વર્લ્ડ કપ 2022માં તેના પર્ફોમન્સથી સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરવામાં નોરા ફતેહી આખરે જેનિફર લોપેઝ અને શકીરાની હરોળમાં જોડાઈ ગઈ છે.

રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારી તે એકમાત્ર ભારતીય અભિનેત્રી હતી અને તેણે યાદ રાખવા જેવું પ્રદર્શન પણ આપ્યું હતું. નોરાનો એક વિશાળ ચાહકવર્ગ છે જે તેને વર્લ્ડ કપમાં પ્રદર્શન કરતા જોવા માટે ઉમટી પડ્યા હતા. નોરા ફતેહીએ ફિફા ફેન ફેસ્ટ ઇવેન્ટમાં ઓ સાકી સાકી, નાચ મેરી રાની અને અન્ય બોલિવૂડ ગીતો પર તેના સિઝલિંગ ડાન્સ મૂવ્સ સાથે સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.

નોરા ફતેહીના શાનદાર પ્રદર્શનના વીડિયો અને તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં નોરા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ધ્વજ લહેરાવતી અને ‘જય હિંદ’ કહેતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ગર્વથી ભારતીય ધ્વજ પકડવા બદલ અભિનેત્રીની પ્રશંસા કરી રહી છે. નોરાએ માત્ર પોતે જ ‘જય હિંદ’ ના નારા લગાવ્યા ન હતા, પરંતુ દર્શકોને પણ તે કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

પરંતુ આ દરમિયાન એક એવી ઘટના પણ બની હતી જેના કારણે કેટલાક લોકો ગુસ્સે પણ ભરાયા હતા. નોરા ફતેહીએ ઉત્સાહમાં આવીને રાષ્ટ્રધ્વજ તો પોતાના હાથમાં લઇ લીધો અને તેની સાથે શાનદાર ડાન્સ પણ કર્યો, પરંતુ એક જગ્યાએ તેણે રાષ્ટ્રધ્વજને ઊંધો પકડી લીધો હતો. જેના કારણે ઘણા લોકોએ તેના પર આક્ષેપ લગાવતા એમ પણ કહ્યું કે નોરાએ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel