નોરા ફતેહીએ દુબઇમાં બ્લેક બિકિની પહેરી મચાવ્યો તહેલકો, વીડિયો શેર કરી બતાવી બોલ્ડ સ્ટાઇલ

બોલિવૂડની ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી તેના બોલ્ડ અને ક્લાસી સ્ટાઈલ માટે ખૂબ જ લોકપ્રિય છે. એરપોર્ટ લુક હોય કે પછી કોઈપણ પાર્ટી અને ઈવેન્ટ હોય, તેના વેકેશન અને બીચનો લુક પણ અલગ અલગ હોય છે. થોડા સમય પહેલા જ નોરા ફતેહી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને નવા વર્ષના દિવસે ઘરમાં કેદ થવાની ફરજ પડી હતી. પરંતુ હવે તે કોરોના નેગેટિવ થઈ ગઈ છે અને દુબઈમાં રજાઓ માણી રહી છે.

અભિનેત્રીનો આ લુક સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. હવે ફરી એકવાર તેણે પોતાના બીચ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. નોરાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આમાંથી એક વીડિયોમાં નોરા બ્લેક બિકીમાં બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ બોલ્ડ લુકમાં પોતાની સ્ટાઈલ દર્શાવતો વીડિયો શેર કર્યો છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ભુજ ફિલ્મમાં જોવા મળી હતી. આ સિવાય થોડા સમય પહેલા તેનો નવો મ્યુઝિક આલ્બમ ‘ડાન્સ મેરી રાની’ રિલીઝ થયો હતો. આ ગીતે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 100 મિલિયન વ્યૂઝ મેળવ્યા છે, જેની જાણકારી નોરા અને ગુરુ બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી છે.

નોરા ફતેહી સ્ટાઇલ દિવા છે આ વાતમાં કોઇ શક નથી. તે જયારે પણ ઘરેથી નીકળે છે તો કમાલ કરી દે છે. હાલમાં કંઇક આવું જ થયુ. નોરા ફતેહી ઘરેથી નીકળી તો લોકોની આંખો તો તેના પર જ અટકી ગઇ.નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 37.1 મિલિયન ફોલોઅર્સ છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે જોતજોતામાં જ વાયરલ થઇ જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

Shah Jina