હદથી વધારે રિવિલિંગ ડ્રેસ પહેરી નીકળી પડી નોરા ફતેહી, લોકો બોલ્યા- ‘કત્લ કરે તેરા બોમ્બ ફિગર…’

બોલિવૂડ એક્ટ્રેસ અને બ્રિલિયન્ટ ડાન્સર નોરા ફતેહીની સુંદરતા કોઈને પણ દિવાના બનાવી શકે છે. નોરાની દરેક સ્ટાઇલ કિલર છે. ડાન્સિંગ ક્વીન તેના કામ અને તેની બોલ્ડ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સ માટે તેના નવા નવા ફોટોશૂટ શેર કરતી રહે છે. અવાર નવાર તે તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેના અલગ અલગ અને સિઝલિંગ અંદાજથી ચાહકોનું દિલ પણ જીતતી રહે છે. નોરાને ઘણીવાર પેપ્સ દ્વારા સ્પોટ પણ કરવામાં આવે છે

અને આ દરમિયાન નોરા પણ પેપ્સને નિરાશ કર્યા વગર અલગ અલગ પોઝ આપતી જોવા મળતી હોય છે. આવી સ્થિતિમાં, નોરાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે, જેમાં તે ફરી એકવાર પોતાની સુંદરતાથી ચાહકોના દિલો પર કહેર વરસાવતી જોવા મળી રહી છે. નોરા ફતેહી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. ચાહકો તેની દરેક સ્ટાઇલ વિશે જાણે છે. હાલમાં જ તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાના સેટ પર જોવા મળી હતી. આ દરમિયાન નોરાએ ખૂબ જ સુંદર વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો.

આ ચમકદાર ડ્રેસમાં નોરાનો લુક જોવા જેવો હતો. નોરાએ સફેદ સિક્વીન્ડ બેકલે ડ્રેસ પહેર્યો હતો જેમાં તે તેના પરફેક્ટ ફિગરને સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી હતી. આ ઑફ-શોલ્ડર અને હાઇ સ્લિટ ડ્રેસને નોરાએ મેચિંગ હીલ્સ, મેકઅપ અને મેસ્સી બન સાથે સ્ટાઇલ કર્યો હતો. અભિનેત્રીનો આ હોટ અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે. હંમેશની જેમ આ વખતે પણ નોરા ફતેહીએ પોતાના બોલ્ડ અને હોટ લુકથી ફેન્સને ક્લીન બોલ્ડ કરી દીધા છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નોરા ફતેહી ટીવી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ને જજ કરી રહી છે. તેના સિવાય માધુરી દીક્ષિત અને કરણ જોહર પણ શોના જજ તરીકે દેખાઈ રહ્યા છે. ‘ઝલક દિખલા જા 10’માં જજ બનવા સિવાય નોરા ફતેહી તેના નવા ગીતને લઈને પણ ચર્ચામાં છે. આ ગીત સિદ્ધાર્થ મલ્હોત્રા, અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ થેંક ગોડનું છે. નોરાના નવા ગીતને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

ગીતમાં નોરાના ડાન્સ મૂવ્સ અને સુંદરતા તમામ લાઈમલાઈટ છીનવી લેતા જોવા મળ્યા હતા.આ ગીતમાં નોરા અને સિદ્ધાર્થની સિઝલિંગ કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે. જોકે, ફિલ્મ ‘થેંક ગોડ’ દિવાળીના અવસર પર 25 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ નોરાએ એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, જે તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યુ હતુ. આ એક પ્રખ્યાત મેગેઝીન માટે ફોટોશૂટ હતું. જેમાં તે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. તે લુકમાં અભિનેત્રીએ દરેક હદથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તસવીરોમાં નોરા ફતેહી લાલ રંગના ચમકદાર ડીપ નેક ડ્રેસમાં તેનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ડીપ નેકલાઇનવાળા આ ડ્રેસમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયાનું તાપમાન ઘણું વધાર્યું હતુ. તેનો કિલર અવતાર જોઈને તેના ચાહકોની ધડકન બંધ થઈ ગઈ હતી. જેણે પણ આ તસવીરો જોઈ તેણે એક જ કોમેન્ટ કરી – હાય ગરમી…

Shah Jina