ડાન્સની રાણી નોરા ફતેહી એરપોર્ટ પર થઇ સ્પોટ, અરરર…. એવી જગ્યાએથી ટોપ ફાટેલું દેખાયું કે શરમ આવી જશે

નોરાનું ઉપરનું ટોપ એવી જગ્યાએથી ફાટેલું દેખાયું કે OOPS મોમેન્ટ થઇ બેઠી- જુઓ

અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઈલમાં બોલ્ડનેસનો તડકો ઉમેરવા માટે જાણીતી છે. ભલે તે ગાઉન પહેરે કે જીન્સ-ટોપ, તે દરેક આઉટફિટમાં બોલ્ડ એલિમેન્ટ એવી રીતે ઉમેરે છે કે લોકો તેને જોતા જ રહી જતા હોય છે. પોતાની સુંદરતા અને બોલ્ડ અવતારથી બોલિવૂડ જગતમાં સનસનાટી મચાવનાર અભિનેત્રી નોરા ફતેહી અવારનવાર ચર્ચામાં રહે છે. પોતાની ફેશન સેન્સથી પણ લાઈમલાઈટ મેળવનારી નોરાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા છે.

અભિનેત્રી એરપોર્ટ પર સ્પોટ થઇ હતી અને ત્યાં તેની સ્ટાઇલ ખુબ જ બોલ્ડ દેખાઈ રહી હતી. રિલેક્સ ફીટ કપડાં પહેરેલી અભિનેત્રીએ તેના કપડાંમાં માત્ર એક ઉમેરો કર્યો જેનાથી આખો દેખાવ બોલ્ડ થઈ ગયો હતો. નોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં પેપરાજીઓએ કેમેરામાં તેની ઘણી તસવીરો કેદ કરી હતી.

અભિનેત્રીએ તેના કર્વી વેસ્ટ માટે સફેદ રંગનું જોગર પેન્ટ પસંદ કર્યું. આ ફિટિંગવાળું પેન્ટ તેના પર ખુબ જ સુંદર દેખાતું હતું. નોરાએ આ કમ્ફટેબલ પેન્ટની સાથે સ્કિનીફિટ ટોપ પહેર્યું હતું. તેનું મટિરિયલ સ્ટ્રેચેબલ અને આરામદાયક લાગી રહ્યું હતું. ટોપને છાતીના ભાગ પર કટ-આઉટ ડિટેઈલ આપવામાં આવી હતી જે એકદમ બોલ્ડ લાગી રહ્યું હતુ અને નોરાના એથ્લેઝર લુકને બોલ્ડ ટચ આપવા માટે કોઈ કસર છોડી ન હતી.

આ લુકમાં નોરા ફતેહી તેના ટોન્ડ મિડ્રિફને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી જેને શેપમાં રાખવા માટે વર્કઆઉટ કરીને ઘણો પરસેવો વહાવતી હોય છે. અભિનેત્રીએ સફેદ સ્નીકર્સ, બ્લેક માસ્ક અને ટિંટિડ શેડ્સ સાથે દેખાવને રાઉન્ડ ઓફ કર્યું હતું. નોરા ફતેહીએ તેની કારકિર્દીની શરૂઆત હિન્દી ફિલ્મ ‘રોર-ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ’થી કરી હતી. અભિનેત્રીએ સાકી સાકી, દિલબર, કમરીયા, વગેરે જેવા ઘણા આઈટમ સોંગ પર ડાન્સ કર્યો છે. નોરા થોડા સમય પહેલા ‘જાલિમા કોકા કોલા’ ગીતમાં જોવા મળી હતી.

ભલે ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ કંઈ ખાસ બતાવી શકી ન હતી પરંતુ નોરા ફતેહીનું આ ગીત જોરદાર વાયરલ થયું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2021માં નોરા ફતેહી ‘સત્યમેવ જયતે 2’માં કામ કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ખાસ ભૂમિકા નિભાવી હતી.

 

Patel Meet