હાથમાં બેગ પકડી, રેઇનકોટ પહેરી આ કોની સાથે બાઇક પર બેસી નીકળી નોરા ફતેહી ? આસપાસના લોકો જોતા જ રહી ગયા
બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહી ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોરાની ગ્લેમરસ તસવીરો અને બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થતા હોય છે.
બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી નોરા ફતેહી આ દિવસોમાં વરસાદની મોસમમાં મુંબઇમાં શુટિંગ કરી રહી છે. જયાં અભિનેત્રીને રવિવારે સાંજે મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાથમાં છત્રી પકડી વર્સોવા જેટ્ટી પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીએ વ્હાઇટ ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યુ હતુ. અભિનેત્રી ઘણી ખૂબસુુરત લાગી રહી હતી.
બ્લુ જીન્સ, વ્હાઇટ ક્રોપ ટોપ, સ્પોર્ટ્સ શુઝ અને હાથમાં છત્રી… આવા અંદાજમાં નોરાને રવિવારે સ્પોટ કરવામાં આવી હતી. મુંબઇના વરસાદથી બધા પરેશાન છે. જગ્યા જગ્યા પર પાણી ભરાયા છે અને ટ્રાફિક જામથી લોકો પરેશાન છે. આ પરેશાનીથી સેલેબ્સ પણ બચી શક્યા નથી.
આ જ કારણ છે કે સેલેબ્સ કામ હોવા પર ઘરથી બહાર નીકળી રહ્યા છે. ત્યાં જ નોરા ફતેહીએ વરસાદના મોસમ વચ્ચે અને ટ્રાફિકથી બચવા માટે સરળ રીત નીકાળી. નોરા કંઇક અલગ જ અવતારમાં સ્પોટ થઇ હતી.

નોરાએ રેઇનકોટ પહેર્યો, બેગ પકડ્યુ અને બાઇક પર રવાના થઇ. નોરાએ મુંબઇના ટ્રાફિકથી બચવા માટે સરળ રીત નીકાળી. ખાસ વાત તો એ છે કે નોરા બાઇક પર બેસી અને નીકળી તો આસપાસના લોકો પણ જોતા જ રહી ગયા હતા.
તમને જણાવી દઇએ કે, વર્સોવા જેટ્ટી પાસે કોઇ પણ મોટી ગાડી ઊભી રાખવાનો રસ્તો નથી, જેને કારણે બોલિવુડના તમામ સ્ટાર્સ ગાડીને વર્સોવાના મોડ પર જ છોડી દે છે. આ વચ્ચે નોરા ફતેહીનો આ અંદાજ બધાને જણાવે છે કે અભિનેત્રી તેના કામને લઇને કેટલી ડેડિકેટેડ છે.
નોરા આજે બોલિવુડમાં શાનદાર ડાંસર તરીકે જાણિતી છે. ફિલ્મ “રોર : ટાઇગર ઓફ ધ સુંદરબન્સ”થી બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે.
“સત્યમેવ જયતે”ના દિલબર ગીત બાદથી નોરાની પોપ્યુલારિટી તો તેજી સાથે વધતી જઇ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર ડાંસના જલવા બતાવ્યા છે. નોરા બોલિવુડ ડાંસ ઉપરાંત બેલી ડાંસમાં પણ ખૂબ માહિર છે.