મનોરંજન

નોરા ફતેહી તૈમુર અલી ખાન સાથે કરવા માંગતી હતી લગ્ન, કરીનાએ આપ્યો હતો આ જવાબ

બાપ રે…ડાન્સર નોરા કરીનાના લાડલા જોડે પરણવા માંગે છે પણ…

અભિનેત્રી નોરા ફતેહી ખુબ જ ચર્ચામાં રહે છે. તે તેના અભિનય કરતા પણ વધારે ડાન્સના કારણે ચર્ચામાં છવાયેલી જોવા મળે છે. હાલમાં જ કરીના કપૂરના ટોક શો “What Women Want”માં નોરા નજર આવી હતી, અને તેને આ દરમિયાન કરીના અને સૈફનાં લાડલા તૈમુર અલી ખાન સાથે લગ્ન કરવાની વાત જણાવી દીધી હતી.

Image Source

નોરા ફતેહીએ જ્યારે કરીનાને કહ્યું કે તે તૈમુર અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે નોરાની વાત સાંભળી અને કરીના પણ હેરાન રહી ગઈ હતી. જેના જવાબમાં કરીનાએ જણાવ્યું હતું કે તૈમુર હજુ 4 વર્ષનો છે. તે ખુબ જ નાનો છે, હજુ લાંબો સમય લાગી શકે છે.

કરિનાની વાતનો પણ નોરાએ જવાબ આપતા જણાવ્યું હતું કે કોઈ વાંધો નહિ, હું રાહ જોવા માટે પણ તૈયાર છું. આ ચેટ શોની અંદર કરીનાએ નોરાને એમ પણ જણાવ્યું હતું કે તે અને સૈફ નોરાના ડાન્સ મુવ્સના મોટા ચાહક છે. ત્યારે નોરાએ તેમનો ધન્યવાદ પણ વ્યક્ત કર્યો હતો.

Image Source

નોરા કહ્યું હતું કે, “મને આશા છે કે જલ્દી જ જયારે તૈમુર મોટો થઇ જશે ત્યારે આપણે તેમના અને મારી વચ્ચે સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકીએ છીએ.” કરીના અને સૈફનો લાડલો તૈમુર જન્મથી જ લાઇમ લાઇટમાં છવાયેલો રહે છે.

Image Source (Instagram: BMW India)

હાલ નોરાનું ગુરુ રંધાવા સાથેનું ગીત “નાચ મેરી રાની” સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. નોરા છેલ્લે રેમો ડિસુઝાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3માં નજર આવી હતી. નોરાના ડાન્સના લાખો લોકો દીવાના છે.