નોરા ફતેહીનો આવો સંસ્કારી લુક જોઈને ચાહકોના ઉડ્યા હોંશ, જુઓ બ્યુટીફૂલ PHOTOS
બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તે હસીનાઓમાંની એક છે જેણે ઘણા ઓછા સમયમાં પોતાની દમદાર ઓળખ બનાવી છે. આ જ કારણ છે કે, નોરા તેના કિલર મૂવ્સ અને તેની ફેશન સેંસ માટે ચર્ચામાં રહેતી હોય છે. આવું જ કંઇક આજે પણ જોવા મળ્યુ, જયારે આ હસીના બંગાળી બ્યુટી અવતારમાં ડાંસ દીવાનેના શુટિંગ સેટ પર સ્પોટ થઇ.
આ વખતે નોરા ફતેહીએ તેના માટે ટ્રેડિશનલ ઇન્ડિયન આઉટફિટ પસંદ કર્યો હતો જેના માટે તેણે હેવી કશીદાકારી સાડી પહેરી હતી. નોરાની સાડી ક્લાસિક વ્હાઇટ અને રેડ કલરમાં હતી, જેના પર જટિલ એમ્બ્રોડરી વર્ક કરેલુ હતુ. એ વાતમાં કોઇ રાય નથી કે સાડીને ખૂબસુરત ટચ આપવા તેની ડ્રેપિંગ સ્ટાઇલમાં થોડુ ટ્વીસ્ટ ક્રિએટ કર્યુ હતુ, જે તેની ફિગરને ખૂબ જ હાઇલાઇટ કરી રહ્યુ હતુ.
અભિનેત્રીએ તેના આ અટાયર સાથે ગોલ્ડમેડ જ્વેલરી કેરી કરી હતી અને જેમાં તેણે રાણી હારની સાથે હેવી નેકપીસ, મેચિંગ ટીકો અને કંગન પણ પહેર્યા હતા. મેકઅપ માટે નોરાએ ન્યુ ટોન ફાઉન્ડેશન સાથે આઇશેડો, બેસિક આઇલાઇનર, બ્રાઇટ લિપ્સ, બીમિંગ હાઇલાઇટર, લાલ ચાંલ્લો અને વાળને સાઇટ પાર્ટેડમાં બન સ્ટાઇલમાં કેરી કર્યા હતા.

ડાંસ રિયાલીટી શોમાં બોલિવુડના 100 વર્ષ પૂરા થવા પર જશ્ન મનાવતા નોરા ફતેહીએ દેવદાસના પ્રતિશષ્ઠિત ‘ડોલા રે ડોલા’ લુકમાં માધુરી દિક્ષિત માટે તેનો આદર ભાવ પ્રકટ કર્યો હતો. આ પહેલા માધુરી દિક્ષિતે નોરાની પ્રશંસા કરી, તેમની પ્રતિભા, સમર્પણ અને કલા પ્રતિ જૂનુન માટે યુવા અભિનેત્રીની સરાહના કરી.

નોરા ફતેહીએ માધુકીને તેમની પ્રેરણા બતાવતા બોલિવુડમાં સફળતની રાહ ગઢી છે. નોરા ફતેહી માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં સૌથી વધારે પસંદ કરનાર અને લોકપ્રિય કલાકારમાંની એક છે. જેની પાસે સફળતાની રેકોર્ડ બ્રેક સ્ટ્રીક છે. નોરા તેની ડાંસિગ સ્ટાઇલ માટે બોલિવુડમાં મશહૂર છે. જયાં અભિનેત્રીએ પબહેલી રોકી હેંડસમ, સત્યમેવ જયતે, બાટલા હાઉસ જેવી તમામ ફિલ્મોમાં કામ કર્યુ છે. નોરાની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે.

બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહીનું ફેશનના મામલે ગજબ ટ્રાંસફોર્મેશન જોવા મળે છે. સિંપલ ક્લોથમાં નજર આવનાર આ હસીના વધારે ડિઝાઇનર અને લગ્ઝરી લેવલના ક્લોથમાં જોવા મળે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, તે એટલી કોન્ફિડેન્ટલી કોઇ પણ આઉટફિટ કેરી કરે છે કે બોલિવુડની બીજી ફેશન લવર બાલાઓ પણ ફીકી પડી જાય છે. આ કારણ છે કે ડિઝાઇનર્સ પોતે પણ નોરાને શોસ્ટોપર માટે પસંદ કરે છે.

નોરા આજે બોલિવુડમાં શાનદાર ડાંસર તરીકે જાણિતી છે. ફિલ્મ “રોર : ટાઇગર ઓફ ધ સુંદરબન્સ”થી બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે. “સત્યમેવ જયતે”ના દિલબર ગીત બાદથી નોરાની પોપ્યુલારિટી તો તેજી સાથે વધતી જઇ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર ડાંસના જલવા બતાવ્યા છે. નોરા બોલિવુડ ડાંસ ઉપરાંત બેલી ડાંસમાં પણ ખૂબ માહિર છે.

નોરા તેની ગ્લેમરસ તસવીરો જ નહિ પરંતુ તેના ડાંસ વીડિયોથી પણ ચાહકોને દિવાના બનાવી દે છે. ચાહકો પણ નોરાના ડાંસ વીડિયોને પસંદ કરે છે અને લાઇક પણ કરે છે. તેમજ કોઇ પણ તસવીરો કે વીડિયો પર ખૂબ જ કમેન્ટ પણ કરે છે.
View this post on Instagram