નોરાએ દિલ્હી પોલિસ સામે ઉગલ્યા સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોના રાઝ, કહ્યુ- 65 લાખની BMW ગિફ્ટ કરી, બળજબરીથી મારી સાથે…

દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) મહાઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં સતત તપાસમાં વ્યસ્ત છે. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કર્યા પછી ગઇકાલના રોજ અભિનેત્રી નોરા ફતેહીએ EOW પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ સમગ્ર કેસની મહત્વની કડી પિંકી ઈરાની પણ આ પૂછપરછમાં નોરા સાથે હાજર હતી. નોરા ફતેહીને સુકેશ સાથેની ચેટ વિશે પૂછવામાં આવ્યું. આ પૂછપરછમાં નોરા ફતેહીને સુકેશની પત્ની લીના મારિયા પોલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ વિશે પૂછવામાં આવ્યું હતું. આ સાથે તેને નોરાને સુકેશ તરફથી મળેલી ભેટ વિશે પણ પૂછવામાં આવ્યું હતું.

નોરાએ જવાબ આપ્યો કે તે એક ઇવેન્ટ હતી, જે તેની એજન્સી એક્સિડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બુક કરવામાં આવી હતી. ઇવેન્ટનું આયોજન એલએસ કોર્પોરેશન અને નેઇલ આર્ટસ્ટ્રી (લીના મારિયા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ડિસેમ્બર 2020માં ચેન્નાઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન નોરાએ કહ્યું કે, ‘ઈવેન્ટ સારી હતી. લીના મને મળી હતી અને તેણે મને એક ગુચી બેગ અને આઈફોન આપ્યો હતો. તેણે કહ્યું હતું કે મારા પતિ તમારા મોટા ફેન છે, પરંતુ હવે તમને મળી શકતા નથી. પણ તમે તેની સાથે ફોન પર વાત કરો. તેણે સ્પીકર પર કોલ મૂક્યો.

તેણે (સુકેશ ચંદ્રશેખરે) મારો આભાર માન્યો અને કહ્યું કે તે બંને મારા મોટા ચાહકો છે. આ પછી લીનાએ જાહેરાત કરી કે તે મને પ્રેમ અને ઉદારતાથી એક BMW કાર ગિફ્ટ કરશે. તેણે વધુમાં કહ્યું, ‘આ પછી શેખર નામના વ્યક્તિએ મને અન્ય મોબાઇલ નંબર પરથી ફોન કર્યો. વધુ વિગતો માટે મેં મારી કઝિન બહેનના પતિ બોબીનો નંબર આપ્યો અને શેખરે મારી પાસેથી તે નંબર લીધો હતો. નોરાને BMW કારની જરૂર નહોતી કારણ કે તેની પાસે પહેલેથી BMW કાર હતી. બોબીએ શેખરને ફોન કરીને કહ્યું કે નોરાને BMWની જરૂર નથી.

જો કે, શેખરે કહ્યું હતું કે તેને તેનાથી કોઈ સમસ્યા નથી અને પછી બોબીને BMW કાર ઓફર કરી. BMWની નવી 5 સીરીઝની કાર બોબીના નામે બુક કરવામાં આવી. નોરાએ એવું પણ કહ્યુ હતુ કે, મેં સંપર્ક તોડી નાંખ્યો હતો કારણ કે તે બળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો. નોરા એવું નથી કહેતી કે તેને ગરબડ હોવાની ગંધ આવી ગઈ હતી. બાકીની તપાસમાં બધું બહાર આવશે.

જો કે, પોલિસ દ્વારા પૂછવામાં આવ્યુ કે, કાર કેમ પાછી ન આપી તો કહ્યું કે, તેઓએ માંગી નથી અને અમે આપી નથી, સંબંધીઓ ઉપયોગ કરી રહ્યા છે.’નોરા ફતેહીએ સુકેશ સાથેની તેની ફોન ચેટના સ્ક્રીનશોટની કોપી પણ એજન્સીઓને સુપરત કરી હતી. જણાવી દઇએ કે, EOWએ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની બુધવારે 14 સપ્ટેમ્બરે 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina