રિવીલિગ ટોપમાં સ્પોટ થઇ ડાંસિંગ ક્વીન નોરા ફતેહી, ઓવર બોલ્ડનેસના ચક્કરમાં થઇ ગઇ ટ્રોલ, જુઓ વીડિયો

સૌથી બોલ્ડ ટોપ પહેરીને નોરાએ કર્યો ધમાકો, 7 PHOTOS વારંવાર જોવા પડશે એવી ગજબની દેખાય છે

પોતાના બોલ્ડ અવતાર અને ડાન્સિંગ મૂવ્સથી બોલિવૂડ જગતમાં સનસની મચાવનાર અભિનેત્રી નોરા ફતેહી અવારનવાર અનેક કારણસર ચર્ચામાં રહે છે. નોરાની ફેશન સેન્સ અને સ્ટાઇલ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. નોરાનો હોટ અવતાર અવારનવાર વાયરલ થતો હોય છે, પરંતુ આ વખતે તે પોતાના ડ્રેસના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. સાકી સાકી, દિલબર, કમરિયા વગેરે ગીતો પર સિઝલિંગ ડાન્સ કરીને લોકોને દીવાના બનાવી દેનાર નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નોરા ફતેહી હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. હંમેશની જેમ આ વખતે પણ બધાની નજર નોરા ફતેહીના લુક પર અટકી ગઈ. નોરાની સામે આવેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે નોરા ફતેહીના ટોપમાં ફ્રન્ટમાં ડિઝાઈનર સ્લિટ હતું જે તેના દેખાવને ડેરિંગ બનાવી રહ્યું હતું.આ સાથે જ બધાની નજર નોરા ફતેહીના કોન્ફિડન્ટ વોક પર અટકી ગઈ. નોરાએ બોલ્ડ ટોપ અને ગ્રે સ્વેટપેન્ટ પહેર્યું હતું.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે સનગ્લાસ પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ અન્ય એક વિડિયોમાં તેણે સ્વેટશર્ટ કાઢીને હાથમાં લીધું અને ઝડપથી ચાલવા લાગી. આ દરમિયાન તેના ટોપનો કટ લોકોની નજરમાં આવી ગયો. આ કટને કારણે નોરાના શરીરનો ઉપરનો ભાગ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આ વીડિયો સ્લો મોશનમાં શેર કરવામાં આવ્યો છે. હવે તેના કોમેન્ટ બોક્સમાં કેટલાક લોકો નોરા અને કેટલાક વીડિયો બનાવનાર ફોટોગ્રાફરને ટ્રોલ કરી રહ્યા છે.

કોઈ કહી રહ્યું છે કે સ્લો મોશનના કારણે તેનો ડ્રેસ વધુ બદસૂરત લાગે છે તો કોઈએ લખ્યું છે કે કેમેરા જોઈને સ્વેટશર્ટ ઉતારવાનો હેતુ શું છે ? નોરા ફતેહી આજકાલ સત્યમેવ જ્યતેમાં તેના આઈટમ સોંગ માટે ચર્ચામાં છે. નોરા ફતેહીના કરિયરની શરૂઆત ‘બિગ બોસ’થી થઈ હતી અને ત્યારથી તેણે ઘણા ગીતોમાં કામ કર્યું છે. તેના ગીત ‘દિલબર’ અને ‘ગરમી’એ ઘણી હેડલાઇન્સ બનાવી છે.

નોરાએ તાજેતરમાં જ ‘છોડ દેંગે’ ગીતમાં અભિનય કર્યો હતો. આ પહેલા અભિનેત્રી ‘નાચ મેરી રાની’ ગીતમાં જોવા મળી હતી. નોરા અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના અભિનયની ઘણી સરાહના કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Shah Jina