મનોરંજન

પિન્ક શિમરમાં જોવા મળ્યો નોરા ફતેહીનો દિલકશ અંદાઝ, 1.7 લાખની બેગે વધારી શાન, જુઓ વાયરલ તસવીરો

સાક્ષાત હુસ્નની પરી દેખાતી હતી નોરા અહીંયા સ્પોટ થઇ, જુઓ સુંદર તસવીરો

બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહી તેના અભિનય કરતા પણ વધારે તેના ડાન્સના કારણે ચર્ચામાં રહે છે, નોરાના ડાન્સના દીવાના લાખો લોકો છે, ત્યારે સોશિયલ મીડિયામાં નોરાની ઘણી તસવીરો પણ વાયરલ થતી હોય છે. આ દરમિયાન જ બાંદ્રામાંથી નોરાની કેટલીક સુંદર તસવીરો વાયરલ થઇ રહી છે.

નોરા ફતેહી રમેશ તોરાની સાથે મુલાકાત કરવા માટે તેમના ઘર પહોંચી હતી. જ્યાં પહેલાથી જ હાજર રહેલા ફોટોગ્રાફરે તેની ઘણી બધી તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી.

તો નોરા પણ કેમેરા સામે જોઈને અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી હતી, તેની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. બોલિવૂડની ડાન્સર કવિન નોરા ફતેહી તેના ડાન્સ માટે ખુબ જ જાણીતી છે. તેણે પોતાના ડાન્સથી માત્ર લોકોના દિલમાં સ્થાન જ નથી બનાવ્યું, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં પણ ધૂમ મચાવી છે.

ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવેલી તસ્વીરોમાં નોરા ખુબ જ સુંદર દેખાઈ રહી છે, તેની આ કાતિલ અંદાજથી સૌ કોઈ ઘાયલ થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે સુંદરી નોરા સોની ટીવી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જજ તરીકે જોવા મળી હતી. શોમાં તેના આગમન સાથે તેની ટીઆરપીમાં પણ નોંધપાત્ર વધારો થયો. જો કે,ટીવી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં સલમાનના એક્સ ભાભી મલાઇકા અરોરાની જગ્યાએ નોરા ફતેહી આવી હતી.

આ દરમિયાન નોરાએ પિન્ક કલરનો ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે જ તેને સફેદ રંગનું બાસ્ટિયર કેરી કર્યું હતું. આ શોર્ટ પિન્ક ડ્રેસની અંદર તે કર્વી બોડી ફ્લોન્ટ કરતી નજર આવી હતી. નોરા આમ તો મૂળ ભારતીય છે પણ કેનેડિયન પાસપોર્ટ ધરાવે છે અને તેનો ઉછેર કેનેડામાં થયો છે

એ નાની હતી ત્યારથી જ એને નૃત્યન શોખ હતો પરંતુ એના કુટુંબની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી. અભિનેત્રીએ પોતાના આ લુકની સાથે લાઈટ મેકઅપ કરીને બોલ્ડ આઇલાઇનર અને લાઈટ પિન્ક લિપસ્ટિક લગાવી હતી. અભિનેત્રી ખુબ જ સિમ્પલ લુકની અંદર ખુબ જ પ્રેમાળ લાગી રહી હતી.

પોતાના ડ્રેસની સાથે સફેદ વ્હાઇટ બેગ કેરી કર્યું હતું. નોરાએ પોતાના લુકને પર્પલ હિલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રી છેલ્લે બોલિવૂડ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ માં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં, તેનું ‘ગર્મી સોંગ’ રિલીઝ થાય તે પહેલાં જ ધમાલ મચાવી દીધી.હવે ડાન્સર નોરા ફતેહી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઈન્ડિયા’માં અજય દેવગનની સાથે જોવા મળશે

નોરાએ પોતાના હાથમાં જે બેગ રાખ્યું હતું તે પણ  ખુબ જ સુંદર હતું. આ  સફેદ રંગનું ટોટ બેગ Yves Saint Laurent કંપનીનું છે જેની કિમર 1,79,103 રૂપિયા છે.

નોરાની તસ્વીરોની જેમ તેના ડાન્સ વીડિયો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. નોરા જલ્દી “ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં નજર આવશે.