નોરા ફતેહીએ બ્રાન્દ્રા પહોંચીને કારમાંથી ઉતરવાની સાથે જ લગાવી દોડ, તસવીરો થઇ ગઈ કેમેરામાં કેદ, જુઓ

બોલીવુડની સૌથી સુંદર હસીના ક્યાં ઉપડી? ટૂંકા ટૂંકા શોર્ટમાં થઇ સ્પોટ, જુઓ PHOTOS

બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી તેના શાનદાર ડાન્સ મુવ્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયામાં પણ તે ખુબ જ એક્ટિવ રહે છે અને તેને ગ્લેમરસ તસવીરો પણ તે અવાર નવાર પોસ્ટ કરતી હોય છે. ફોટોગ્રાફરો પણ નોરાની એક ઝલક મેળવવા માટે રાહ જોઈને બેઠા હોય છે. નોરા ઘણી જગ્યાએ સ્પોટ પણ થાય છે અને તેની શાનદાર તસવીરો પણ સામે આવે છે.

હાલ નોરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. જેમાં નોરાનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નોરાને જયારે પેપરાજી દ્વારા  સ્પોટ કરવામાં આવે છે ત્યારે તે ફોટોગ્રાફરોને ઘણા પોઝ આપે છે, પરંતુ આ વખતે સાવ જુદું જોવા મળ્યું. નોરા આ વખતે ખુબ જ ઉતાવળમાં જોવા મળી હતી.

આજે નોરાને બાન્દ્રામાં સ્પોટ કરવામાં આવી. જ્યાં તે સફેદ શોર્ટ્સ અને લાઈટ બ્લુ ટોપમાં નજર આવી હતી. પરંતુ ગાડીમાંથી ઉતરવાની સાથેજ નોરાએ એવી દોડ લગાવી કે તેની તસવીરો ક્લિક કરવા વાળા ફોટોગ્રાફરો પણ તેને જોતા જ રહી ગયા.

નોરા ફતેહી ક્યાંય પણ ઉભા રહ્યા વગર સીધી અંદર જ ચાલી ગઈ. હવે સવાલ એ  ઉઠી રહ્યા છે કે આખરે નોરા આટલી જલ્દી કેમ અંદર ચાલી ગઈ, તેને કઈ વાતની ઊંટવાલ હતી અને તે આટલી ઉતાવળમાં ક્યાં જઈ રહી હતી ?

આજે નોરા ખુબ જ કેઝ્યુઅલ લુકમાં સ્પોટ થઇ હતી.શોર્ટ્સ અને ટોપની સાથે નોરાએ કેજ્યુઅલ સ્લીપર પણ કેરી કર્યા થા. માસ્ક લગાવીને નોરા જેવી જ કારમાંથી ઉતરી કે તરત તે અંદર ચાલી ગઈ હતી.

હાલમાં નોરા ખુબ જ ચર્ચામાં છે. તેની ફિલ્મ ભુજ થોડા જ દિવસોમાં રિલીઝ થવાની છે. સ્વતંત્રતા દિવસ પહેલા આ ફિલ્મ રિલીઝ થશે જેમાં નોરા ખુબ જ ખાસ પાત્રમાં જોવા મળવાની છે. ફિલ્મના ટ્રેલરમાં પણ નોરાનો ખાસ અંદાજ જોવા મળ્યો છે.

Niraj Patel