મનોરંજન

એરપોર્ટ ઉપર નોરા ફતેહીનો આ લુક જોઈને પાગલ થઇ ગયા ચાહકો, 1.08 લાખનું બેગ બન્યું ચર્ચાનો વિષય

દૂધ જેવી રૂપાળી છે નોરા ફતેહી, એરપોર્ટ પર લગાવી આગ…જુઓ કાતિલ તસવીરો

બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી જેને પોતાના ડાન્સથી ચાહકોના દિલ જીતી લીધા છે, એવી નોરા ફતેહી હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. હાલ જ નોરા ફતેહી એરપોર્ટ ઉપર સ્પોટ થઇ હતી, જેમાં તેનો લુક જોઈને ચાહકો દીવાના થઇ રહ્યા છે.

એરપોર્ટ ઉપર સ્પોટ થયેલી નોરા ફતેહીનો બોસી લુક જોવા મળ્યો હતો. જેમાં તે સફેદ રંગના બોડી શુટની અંદર નજર આવી હતી.

યુ નેકલાઇન ટોપ, સ્કિન કલરનું પેન્ટ અને લોન્ગ જેકેટની અંદર નોરા ખુબ જ આકર્ષક લાગી રહી હતી. નોરાએ પોતાના લુકને મિનિમમ મેકઅપ, શેડ્સ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

આ દરમિયાન નોરાએ પોતાની સલામતીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. નોરાએ ચહેરાને સફેદ માસ્કથી કવર કર્યું હતું. નોરાનો આ શાનદાર લુક તો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. પરંતુ સાથે સાથે તેને હાથમાં રાખેલી બેગ પણ ચર્ચાનો વિષય બની હતી.

નોરાના હાથમાં જે બેગ રહેલું હતું તેની કિંમત 1.8 લાખ રૂપિયા છે. નોરાનો એરપોર્ટ ઉપર સ્ટાઈલિશ અંદાજમાં ઘણા પોઝ પણ આપ્યા હતા, જેની તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

નોરાના વરકફ્રન્ટની વાત કરવામાં આવે તો તે અભિષેક દૂધૈયાની ફિલ્મ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”ના રિલીઝની તૈયારીમાં છે. આ ફિલ્મ 1971ના ભારત પાકિસ્તાન જંગ ઉપર આધારિત છે. આ ફિલ્મની અંદર અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, શરદ કેલકર જેવા ઘણા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ જલ્દી જ ડિઝની હોટસ્ટાર ઉપર પ્રસારિત થશે.