સુંદરી નોરા ફતેહીએ બોલીવુડનો ભાંડો ફોડ્યો, તેની સાથે એવું એવું થયું કે…
બોલીવુડની સુંદર અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે, આ દરમિયાન જ તે કરીના કપૂરના ચેટ શો “વ્હોટ વુમન વોન્ટ”માં નજર આવી હતી. જ્યાં તેને ઘણી વાતોનો ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
નોરા ફતેહીએ પોતાના બોલીવુડની અંદર શરૂઆતના દિવસો વિશે ખુલાસો કર્યો હતો. જેમાં તેને એક કાસ્ટિંગ ડાયરેક્ટર વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે એકવાર મને તેમને ઘરે બોલાવી હતી અને બહુ જ ઝઘડ્યા હતા. તેમના વ્યવહારથી તે એટલી દુઃખી થઇ ગઈ હતી કે તેને ભારત છોડવાનો નિર્ણય પણ કરી લીધો હતો.
View this post on Instagram
નોરા ફતેહી કેનેડાથી ભારતમાં આવી છે, જેના કારણે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી શકે. પરંતુ શરૂઆતના દિવસોમાં તે કોઈને ઓળખતી નહોતી. કરીના કપૂરના ચેટ શોની અંદર તેને તે કાસ્ટિંગ ડાયરેક્ટરનું નામ નહોતું જણાવ્યું..
View this post on Instagram
નોરાને ઘરે બોલાવીને તે માત્ર ઝઘડ્યા જ ના હતા, પરંતુ તેને ટેલેન્ટલેસ પણ ગણાવી દીધી હતી. નોરાએ આગળ જણાવ્યું હતું કે કાસ્ટિંગ ડાયરેક્ટરી તેને ઘરે બોલાવી અને નીચું બતાવ્યું હતું અને કહ્યું હતું કે તારા જેવા બહુ લોકો અહીંયા છે.
View this post on Instagram
કાસ્ટિંગ ડાયરેક્ટરે એ પણ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રી તારા જેવા લોકોથી તંગ આવી ગઈ છે. તે મારી ઉપર બૂમો પાડી રહ્યા હતા.અને કહ્યું કે તારામાં હુનરની કમી છે. અમે તને આ ઇન્ડસ્ટ્રીમાં નથી ઇચ્છતા.
View this post on Instagram
નોરાએ જણાવ્યું કે તેમના વ્યવહારથી તે ખુબ જ દુઃખી થઇ અને ખુબ જ રડી પણ હતી, તેમને મને તેમના ઘરે ફક્ત ગુસ્સો કરવા માટે જ બોલાવી હતી. નોરા ફતેહી આજે બોલીવુડનું એક મોટું નામ છે, તેના ડાન્સના લાખો લોકો દીવાના પણ છે.
View this post on Instagram