મુંબઇ એરપોર્ટ પર જોવા મળી નોરા ફતેહી, ફિટ જીન્સ અને હોટ ટોપ વાળા આ લુકની થઇ રહી છે ચર્ચા

અધધ લાખની બેગ સાથે હસીનાએ આપ્યા હોટ પોઝ, જુઓ PHOTOS

નોરા ફતેહી તાજેતરમાં જ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. આ સમય દરમ્યાન અમે તમારા માટે નોરા ફતેહીની કેટલીક તસવીર લાવ્યા છીએ.

હંમેશાની જેમ, આ વખતે પણ નોરાનો લુક ખૂબ જ અલગ હતો. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ સમય દરમ્યાન નોરા ફતેહી ફીટ જીન્સ અને હોટ ટોપ સાથે હાઈ હીલ્સ પર નજર આવી હતી.

આ સાથે જ્યારે એસેસરીઝની વાત કરવામાં આવી ત્યારે નોરા ફતેહીની હાઈ હીલ્સ અને બ્રાન્ડેડ બેગ તેના લુક વધારી રહી છે.કોરોનાથી બચવા માટે નોરાએ તેના ચહેરા પર માસ્ક પહેરેલું છે.

સામાન્ય રીતે નોરા ક્યાંય પણ જોવા મળે છે ત્યારે તે હંમેશા સ્ટાઇલિશ જ નજર આવે છે. જણાવી દઈએ કે નોરા ફતેહી ડાન્સની સાથે તેની હોટ સ્ટાઇલ પણ ચાહકોમાં છવાયેલી છે. ચાહકો આતુરતાથી નોરાના મ્યુઝિક વીડિયોની રાહ જોતા હોય છે. અને નોરાનાં ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.

આની સાથે તમને જણાવી દઈએ કે નોરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. નોરા તેના અંગત અને વ્યવસાયિક જીવનથી સંબંધિત અપડેટ્સ ચાહકો સાથે શેર કરી રહે છે.

Patel Meet