મુંબઈના રસ્તાઓ ઉપર બોડીકૉન ડ્રેસમાં નોરા ફતેહીએ વરસાવ્યો કહેર, જોવા માટે ઉમટી પડી લોકોની ભીડ, જુઓ તસવીરો

નોરાએ મહેફિલ લૂંટી લીધી એવો ડ્રેસ પહેર્યો, જુઓ 7 ધમાકેદાર તસવીરો

પોતાના ડાન્સ મૂવ્સના કારણે લોકોને પોતાના દીવાના બનાવી દેનારી અભિનેત્રી નોરા ફતેહી હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. ખબરપત્રીઓ પણ તેની એક ઝલક મેળવવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે.

નોરા ઘણી બધી જાહેર જગ્યાઓ ઉપર સ્પોટ થતી હોય છે, હાલમાં જ નોરાને મુંબઈના રસ્તાઓ ઉપર સ્પોટ કરવામાં આવી હતી. જેમાં તેનો બોલ્ડ અંદાજ ખરેખર જોવા જેવો હતો.

લાલ રંગના બોડીકૉન ડ્રેસમાં જોવા મળેલી નોરા ફતેહીને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેની એક ઝલકના લોકો દીવાના બની ગયા હતા, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ સાથે જ નોરાએ પોતાના આ લુકને પૂર્ણ કરવા માટે બ્લેક એસેસરીઝનો ઉપયોગ કર્યો હતો. જે તેના લુકને વધારે પડતો જ બોલ્ડનેસ ભરેલો બનાવી રહ્યો હતો.

સામે આવેલી તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે નોરા રેડ રંગના બોડીકૉન ડ્રેસ સાથે બ્લેક હેન્ડબેગ, બ્લેક માસ્ક અને બ્લેક હિલ્સ પહેરેલી જોવા મળી રહી છે.

તેની સાથે જ નોરાએ ખુબ જ દિલકશ અંદાજમાં પોતાના કર્વ્સ અને ખુલ્લા સિલ્કી વાળને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી હતી.

નોરા ફતેહી પોતાના દિલકશ અંદાજના કારણે ચાહકોના દિલ ઉપર રાજ કરે છે. તે પોતાની સ્ટાઇલ અને ડ્રેસને લઈને પણ હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે.

નોરાની લોકપ્રિયતાનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય છે કે હાલમાં જ 2018માં રિલીઝ થયેલી “સત્યમેવ જયતે”ના ગીત “દિલબર દિલબર”ને યુટ્યુબ ઉપર 1 બિલિયન એટલે કે 100 કરોડ વ્યૂઝ મળવાનો રેકોર્ડ બનાવ્યો છે.

નોરાની આવનારી ફિલ્મની જો વાત કરવામાં આવે તો તે અભિનેતા અજય દેવગન સાથે ફિલ્મ “ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં નજર આવશે.

Niraj Patel