નોરાએ એરપોર્ટ પર બતાવ્યો પોતાનો સિઝલિંગ અવતાર, વ્હાઇટ બોડીકોન સ્કર્ટ ટોપમાં જોવા મળી એવી અદાઓ કે ચાહકો જોતા જ રહી ગયા

દિવાળી પર વિદેશી ફટકડીએ આખા ગામનું તાપમાન વધારી દીધું, 7 PHOTOS જોઈને આંખોથી ઘુરી ઘૂરીને જોશો

બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેની સુપર હિટ તસવીરો અને તેના ધમાકેદાર ડાંસ મૂવ્સ માટે જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. નોરાને ઘણીવાર પેપરાજી દ્વારા અલગ અલગ જગ્યાએ સ્પોટ કરવામાં આવતી હોય છે અને આ દરમિયાન પેપરાજી નોરાની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરવા માટે આતુર રહેતા હોય છે. હાલ આવું જ કંઇક જોવા મળ્યુ.

બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી નોરા ફતેહી વિદેશથી મુંબઈ પરત ફરી છે. અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પેપરાજીએ નોરાની ઘણી તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી. એક્ટ્રેસની આ તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર નોરા સફેદ રંગના બોડીકોન સ્કર્ટ ટોપમાં બોલ્ડ દેખાઈ હતી. દિવાળીના ખાસ અવસર પર નોરા ભારતમાં નહીં પરંતુ વિદેશમાં હતી. આવી સ્થિતિમાં, હવે જ્યારે તેની વાપસી થઈ છે, ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

નોરાના ચાહકો તેને અને બી-ટાઉનમાં તેની હાજરીને ખૂબ જ મિસ કરી રહ્યા હતા. દિવાળીના અવસર પર નોરા ભારતમાં ન હતી, તેથી જો તે હવે પાછી આવી છે, તો ચાહકો ખૂબ જ ખુશ છે. આ દરમિયાન નોરા ખૂબ જ સુંદર અંદાજમાં ઓલ વ્હાઇટ લુકમાં જોવા મળી હતી.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નોરાએ સફેદ રંગનું બોડીકોન સ્કર્ટ ટોપ પહેર્યું હતું. આ સાથે, તેણે સફેદ હાઈ હીલ્સ પહેરી છે અને તેના લુકને કંપલીટ કર્યો છે. માસ્કથી લઈને હીલ્સ સુધી નોરા ઓલ વ્હાઇટ લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. આ સાથે નોરાએ પેપરાજીને પોઝ પણ આપ્યા હતા અને તસવીરો ક્લિક કરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

નોરાની હેન્ડબેગ અને ગોગલ્સ તેના આ લુકને વધુ સુંદર બનાવી રહ્યા હતા. આ દરમિયાન નોરા પોતાના ફોનમાં ખૂબ જ વ્યસ્ત દેખાઈ રહી હતી. ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે.

ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે.

 

View this post on Instagram

 

A post shared by norafatehi (@norafatehifan.indiaa)

નોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. નોરાના માત્ર ઇન્સ્ટાગ્રામ પર 34.1 મિલિયન ફોલોઅર્સ છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

Shah Jina