મનોરંજન

‘નાચ મેરી રાની’ ફેમ નોરા ફતેહીનો વધુ એક વિડીયો થયો વાયરલ, નોરાનો અંદાજ જોઈને વિશ્વાસ નહીં કરી શકો

બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે નોરા તેની ગ્લેમરસ તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહીએ પોતાના શાનદાર ડાન્સ અને સોંગથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. એક્ટિંગથી વધારે કિલર ડાન્સ મુવ્સ અને લુક્સને કારણે હંમેશા ચર્ચામાં રહેતી નોરા ફતેહી ફરી એક વાર ધમાલ મચાવવા માટે તૈયાર છે.

નોરા બોલીવુડમાં તેના શાનદાર ડાન્સને લઈને ઓળખવામાં આવે છે. હાલમાં જ નોરાએ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બ્લુ શોર્ટ્સ સાથે પ્રિન્ટેડ ટીશર્ટ અને માથા પર ટોપી સાથે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળે છે. આ વીડિયોને નોરા ફતેહીએ શેર કર્યો છે. આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, The Category is Body, one last dance video to end 2020. Next year is gna be stay tuned..

 

View this post on Instagram

 

A post shared by (@nora.fatehi_love)

જણાવી દઈએ કે નોરા ફતેહીએ 2014માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 9’ થી ખૂબ પ્રખ્યાત થઈ ગઈ. આ પછી ‘બાહુબલી’માં નોરાના ડાન્સથી લોકોમાં દબદબો રહ્યો હતો. આ પછી નોરા ફતેહીએ ફિલ્મોમાં ઘણા મહાન ડાન્સ વીડિયોમાં પર્ફોર્મ કર્યું. અભિનયની વાત કરીએ તો, નોરાએ સલમાન ખાનની ‘ભારત’ અને ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by (@nora.fatehi_love)

જણાવી દઈએ કે, નોરા મૂળ કેનેડાની છે. તેનું અસલી નામ નૌરા ફાથી છે. નોરાએ તેનું સ્કૂલનું ભણતર વેસટવ્યુ સેન્ટેનિયલ સ્કૂલ ટોરેન્ટોથી પૂર્ણ કર્યું છે. ટોરેન્ટમાં સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ નોરા ગ્રેજ્યુએશન માટે ન્યુયોર્ક ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)