નોરા ફતેહીની માંએ દુલ્હાનો ચહેરો નોરાને બતાવ્યો અને અચાનક જ માં એ કરી ચપ્પલથી ધુલાઈ – જુઓ ફની વીડિયો

નોરા ફતેહીની માં માંગુ લઈને આવી અને અચાનક જ અભિનેત્રીની થઈ ચપ્પલથી ધુલાઈ, જુઓ ફની વીડિયો

નોરા ફતેહી ઇન્ડસ્ટ્રીમાં પોતાના બેલી ડાન્સ માટે ખૂબ પ્રખ્યાત છે. અમુક જ સમયમાં નોરા ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ બની ચુકી છે. નોરાના અંદાજ, આકર્ષક ફિગર અને કાતિલાના અદાઓના દરેક લોકો દીવાના છે. નોરા પોતાના ડાંસિંગ વીડિયો દ્વારા ધૂમ મચાવતી રહે છે અને લોકોને પણ ઇન્સ્પાયર કરતી રહે છે.

નોરાની દરેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ જાય છે.ખુબ ઓછા લોકો જાણતા હશે કે નોરા પોતાના ડાન્સિંગની સાથે સાથે એક સારી કૉમેડિયન પણ છે, આ વાતનો અંદાજો તેના એક વીડિયો દ્વારા લગાવી શકાય છે. હાલના સમયમાં નોરાનો એક ફની વીડિયો સામે આવ્યો છે અને ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે, નોરાનો આ વીડિયો યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે.

નોરાના આ વાયરલ વીડિયો પરથી લાગી રહ્યું છે કે તેની માં નોરા માટે લગ્નની વાત લઈને આવી છે. વીડિયોમાં નોરા ફની સીન્સ ક્રિએટ કરવાની કોશિશ કરી રહી છે.જ્યા એક તરફ નોરા પોતાની જ સ્ટાઇલમાં જોવા મળે છે જ્યારે બીજી તરફ નોરા પોતાની જ માં ના અભિનયમાં દેખાઈ રહી છે. વીડિયોમાં નોરાની માં લગ્ન માટે યુવકોની તસવીરો દેખાડી રહી છે અને તેના પર લગ્નનું પ્રેશર પણ કરી રહી છે. લગ્નની વાતથી નોરા પોતાનું મોં ફેરવી લે છે અને નો-નો કરવા લાગે છે. એવામાં તેની માં તેની ચંપલ વડે ધુલાઈ કરે છે.

નોરાનો આ વીડિયો ખુબ ફની છે અને ચાહકો તેને ખુબ પંસદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું કે,”માં ને સૌથી સહેલાઇથી મળતું હથિયાર ચપ્પલ છે, જે બાકીના સમયે નથી મળતી પણ મારવાના સમયે સૌથી પહેલા મળી જાય છે’ અન્ય એક યુઝરે લખ્યું કે,”નોરાએ કપિલનો શો જોઈન કરી લેવો જોઈએ,આ કોમેડીને જોઈને લોકો અન્ય સિરિયલ પણ ભૂલી જશે’.

જણાવી દઈએ કે મૂળ કેનેડાની રહેનારી નોરા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે. નોરાએ ઇન્ડસ્ટ્રીમાં ‘થોર:ધ ટાઇગર ઓફ સુંદરબન્સ’ દ્વારા ડેબ્યુ કકર્યું હતું. ફિલ્મમાં અભિનવ શુક્લા મુખ્ય કિરદારમાં હતો.જો કે ફિલ્મમાં નોરા પર લોકોની કઈ ખાસ નજર પડી ન હતી. નોરા રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણ ભાગ લઇ ચુકી છે. આ સિવાય નોરા બિગ બોસનો પણ હિસ્સો રહી ચુકી છે, બિગ બોસ દ્વારા જ નોરા લોકોના નજરમાં આવી હતી. નોરા અત્યાર સુધીમાં બોલીવુડના ઘણા આઈટ્મ સોન્ગ્સ કરી ચુકી છે અને પોતાનો જલવો દેખાડી ચુકી છે .

Krishna Patel