મૂળ કેનેડિયન ડાન્સરે લોકોનું દિલ જીતી લીધું, જુઓ કેટલા સરસ પોઝ આપ્યા
બોલીવુડની ડાન્સર ક્વિન નોરા ફતેહી તેના ડાન્સના કારણે તો ચર્ચામાં રહેતી હોય છે, સાથે સાથે તેના આકર્ષક લુકના કારણે પણ તે ખુબ જ ચર્ચાઓ ભેગી કરી કરે છે. નોરા જ્યાં પણ જાય છે ત્યાં ફોટોગ્રાફર તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે અને જેના કારણે તેના સ્ટાઈલિશ લુકની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.
નોરા પોતાના ઘરની બહાર નીકળવાની સાથે જ પોતાના ડ્રેસિંગનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે પોતાના કપડાં, ચપ્પલ અને હેન્ડબેગ્સ પણ શાનદાર રાખતી જોવા મળે છે અને તેના કારણે જ તે ચર્ચાનો વિષય પણ બનતું હોય છે.
હાલમાં નોરાએ પોતાના સુપર ડાન્સ મુવ્સના કારણે નહિ પરંતુ સુંદર ફિટ ટોંડ બોડીથી પણ ચાહકોના દિલ ચોરાવી લીધા છે. એવું જ કંઈક હાલમાં જોવા મળ્યું હતું જયારે નોરા મુંબઈના અંધેરીમાં સ્પોટ કરવામાં આવી હતી.
નોરાએ પોતાના આ સીટી આઉટિંગ માટે લેસ ફેબ્રિક વાળો સફેદ એ લાઈન ડ્રેસ પહેર્યો હતો. જેમાં બનેલ રાઉન્ડ નેકલાઇન અને 3/4 સ્લીવ્સ અટાયરને ખુબ જ આકર્ષક લુક આપી રહ્યું હતું.
નોરાએ આ ડ્રેસની સાથે પોતાની સ્ટાઇલિંગ ઉપર પણ ખુબ જ ધ્યાન આપ્યું હતુ. જેની સાથે તેને મિનિમલ મેકઅપ, સ્મોકી આઈઝ, ઝગમગતો આઈ શેડો. બ્લશીં ચીક્સ, બ્રાઇટ પિન્ક લિપ્સ અને વાળને સાઈટ પાર્ટેડમાં ખુલ્લા છોડ્યા હતા.
નોરાની પાસે ઘણા ડિઝાઈનર હેન્ડબેગનું એક શાનદાર કલેક્શન છે. જેને તે પ્રસંગના હિસાબથી કેરી કરવાનું પસંદ કરે છે. નોરાએ આ ડ્રેસની સાથે Louis Vuittonનું હેન્ડ હેન્ડલ રાઉન્ડ બેગ કેરી કર્યું હતું. જેની કિંમત પણ એકથી બે લાખની વચ્ચે છે.