રાજકુમારી જેવા પિન્ક ડ્રેસમાં જોવા મળ્યો નોરા ફતેહીનો શાનદાર અંદાજ, વાયરલ થઇ રહી છે તસવીરો

બોલીવુડની ડાન્સ ક્વિન નોરા  ફતેહી તેના ડાન્સ અંદાજના કારણે હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે.

નોરાના ડાન્સ વીડિયોને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે, ત્યારે નોરાની તસ્વીરોને પણ એટલી જ પસંદ કરવામાં આવે છે.હાલ નોરાની એવી જ કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તેનો રાજકુમારી અંદાજ  જોવા મળી રહ્યો છે.

નોરા અવાર  નવાર પોતાના ડિઝાઈનર લુકમાં જોવા મળતી હોય છે. તે ક્યારેય સાડીમાં તો ક્યારેક સલાવારમાં પોતાનો મનમોહક સુંદરતાનો જાદુ છલકાવતી હોય છે.

ત્યારે આ દરમિયાન જ તે પિન્ક રંગના રાજકુમારી ડ્રેસમાં પોતાનો જલવો બતાવી રહી છે. ગત રાત્રે નોરાનો આવો જ ફેશનેબલ અંદાજ જોવા મળ્યો હતો જયારે તે પ્રખ્યાત ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાની બ્રાન્ડ લોન્ચ પાર્ટીમાં સ્પોટ કરવામાં આવી હતી.

આ પાર્ટીની અંદર નોરાએ પગથી લઈને માથા સુધી ગિલાબી ડ્રેસ પસંદ કર્યો હતો. જેમાં અભિનેત્રીનો રાજકુમારી જેવો દેખાવ દિલ લૂંટી રહ્યો હતો.

આ ઇવેન્ટ માટે નોરાએ પેસ્ટલ શેડ વાળો પિન્ક આઉટફિટ પહેર્યો હતો. જેમાં સાટન ફેબ્રિકથી બનેલા સ્ટ્રેટ ફિટ કુર્તી અને મેચિંગ પેન્ટ અને ઓવરકોટ જેકેટ સામેલ હતું.


નોરાના આ આઉટફિટની અંદર સોના-ચાંદીનું પન્નીનું કામ કરવામાં આવ્યું હતું. જેની સાથે મેચિંગ દુપટ્ટો  જોડવામાં આવ્યો હતો. એટલું જ નહિ, દુપટ્ટાની બોર્ડર ઉપર રફલ્સ ડિઝાઇન પણ બનાવી હતી. જે કુર્તાની હેમલાઈથી મેળ ખાઈ રહી હતી.

નોરાએ આ ડ્રેસની સાથે પોતાના સ્ટાઇલિંગ ઉપર પણ ખુબ જ જોર આપ્યું હતું. જેની સાથે તેને ડાર્ક મેકઅપ, સ્મોકી આઈઝ, ઝગમગતો આઈશેડો, બ્લશીં ચીક્સ, બ્રાઇટ પિન્ક લિપ્સ અને ખુલ્લા વાળ રાખ્યા હતા.  જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

નોરા બહુ જ જલ્દી અજય દેવગન સાથેની ફિલ્મ “ભુજ”માં નજર આવશે. નોરાએ પોતાના કેરિયરની  શરૂઆત ડાન્સ દ્વારા કરી હતી.

Niraj Patel