જંગલના રાજા કહેવાતા સિંહ સાથે આ શું કરી રહી છે નોરા ફતેહી ? તસવીરો અને વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

બોલિવુડની ડાંસિંગ કવીન નોરા ફતેહી અવાર નવાર હેડલાઇન્સાં રહે છે. નોરાની ચર્ચાનું કારણ તેની ડ્રેસિંગ સેન્સ કે તેણે અપલોડ કરેલ તેની તસવીરો કે વીડિયો હોય છે. નોરા ફતેહી બોલિવુડની સૌથી બોલ્ડ અભિનેત્રી છે. તે અવાર નવાર પોતાની બોલ્ડનેસથી ચાહકોને હેરાન કરતી રહે છે. નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને આ પ્લેટફોર્મ પર તેના 37.6 મિલિયન ફોલોઅર્સ છે. નોરા દરરોજ તેની એક-એક પ્રકારની તસવીરો અને આકર્ષક વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ નોરાએ કેટલીક તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

નોરાએ ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે જંગલના રાજા સિંહ સાથે આરામથી બેસી અને પોઝ આપતી જોવા મળી રહી છે. નોરાએ ત્રણ તસવીરો શેર કરવાની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે સિંહને કંઇક ખવડાવતી જોવા મળી રહી છે અને તે આ કરતી વખતે બિલકુલ પણ ડરી રહી ન હતી. નોરાની આ તસવીરો અને વીડિયો ઘણા વાયરલ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થવાના સમાચારે તેના ચાહકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. પરંતુ હવે તેના ચાહકો માટે સારા સમાચાર આવ્યા કે નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રીસ્ટોર કરવામાં આવ્યું છે.

એકાઉન્ટ રિસ્ટોર થયા બાદ નોરાએ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી અને બધાને તેની જાણકારી આપી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પો્ટ મૂકતા, નોરા ફતેહીએ લખ્યું, “માફ કરશો મિત્રો! મારું ઇન્સ્ટાગ્રામ હેક કરવાનો પ્રયાસ થયો હતો! સવારથી કોઈ મારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું! મને આટલું ઝડપથી ઉકેલવામાં મદદ કરવા બદલ Instagram ટીમનો આભાર!” તમને જણાવી દઈએ કે નોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવાના સમાચાર મળતા જ બધા ચોંકી ગયા હતા.

નોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેથી તેના ઈન્સ્ટાને ડિલીટ કરવાનો અર્થ કોઈ સમજી શક્યું નથી. નોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું. આ મીમ્સમાં કેટલાક લોકો બતાવી રહ્યા હતા કે નોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ ડિલીટ કરીને છોકરાઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટીના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, પરંતુ ઘણા સેલેબ્સ તેનો શિકાર બની ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા હાલમાં જ ગુરુ રંધાવા સાથે મ્યુઝિક આલ્બમ ‘નચ મેરી રાની’માં જોવા મળી હતી. ગુરુ સંગ નોરાની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. તેમજ આ ગીત પણ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જણાવી દઈએ કે, ભૂતકાળમાં અભિનેત્રી કોરોના પોઝિટિવ બની હતી. જોકે, હવે તે સ્વસ્થ છે અને દુબઈમાં વેકેશન માણી રહી છે.

Shah Jina