વાહ નોરા તો નોરા છે હો પણ..!!! 10 તસવીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માદક અદાઓ
સાકી સાકી ગર્લ નોરા ફતેહી આજે એકે જાણીતું નામ છે. ડાન્સિંગ ક્વીન તરીકે નામના મેળવનારી બેલી ડાન્સર નોરાની સ્ટાઈલિશ અદાઓના દરેક કોઈ દીવાના છે.

આજે અમે તમને નોરાની અહીં સુધી પહોંચવાની સફર વિશે જણાવીશું અને તેની અમુક સ્ટાઈલિશ તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમે પણ દીવાના બની જશો.

નોરા ફતેહી એક મોરક્કન-કેનેડિયન મૉડલ, અભિનેત્રી અને ડાન્સર છે. તેણે વર્ષ 2014 માં બોલીવુડમાં રોર:દ ટાઇગર ઓફ સુંદરબન્સ દ્વારા એન્ટ્રી લીધી હતી, જો કે આ ફિલ્મમાં તેનો કઈ ખાસ કિરદાર ન હતો.

આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા હાલ બિગ બોસના કન્ટેસ્ટેન્ટ અભિનવ શુક્લા હતા. નોરા બાહુબલી, કિક-2, ટેમ્પર, સત્યમેવ જયતે જેવી ફિલ્મોમાં આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે.

6 ફેબ્રુઆરી 1992 ના રોજ કેનેડામાં નોરાનો જન્મ થયો હતો અને તે ભારતીય અને મોરક્કન મૂળની છે. જણાવી દઈએ કે નોરાનું અસલી નામ ‘નોરા ફાથી’ છે.

નોરાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી ટેલેન્ટ એજન્સીની સાથે મોડેલિંગ કોન્ટ્રેક્ટ સાઈન કરી લીધો જે ભારતની એજન્સી હતી, અને આવી રીતે તેને ભારત આવવાનો મૌકો મળ્યો.

અહીં નોરાએ ઘણી એડ શૂટ પણ કરી હતી. નોરાએ અહીં વેટ્રેસ અને ટેલીકૉટરનું પણ કામ કર્યું હતું. વર્ષ 2015 માં સાઉથ ફિલ્મ ટેમ્પરમાં નોરાએ પોતાના ડાન્સથી સનસની મચાવી દીધી હતી જેના પછી તે રિયાલિટી શો બિગ બોસ-9 માં પણ જોવા મળી હતી. વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા નોરા બિગ બોસના ઘરમાં પહોંચી હતી, અહીં 83 દિવસ વિતાવ્યા પછી તે ઘરથી બેઘર થઇ ગઈ હતી.

નોરાએ પોતાના ડાન્સનો જલવો ઝલક દિખલાજા શો માં દેખાડ્યો હતો. અહીંથી જ તેની અસલી શરૂઆત થઇ હતી. આ શોમાં તેણે પોતાના જીવનના ઘણા ખુલાસાઓ કર્યા હતા.

બાળપણથી જ નોરાનો પરિવાર આર્થીક રીતે કમજોર હતો. આ જ શો માં નોરાએ કહ્યું હતું કે પરિવારની મોટી દીકરી હોવાને લીધે અને નાના ભાઈની દેખભાળ માટે તેને કામ કરવું જરૂરી હતું. નોરાએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે લગ્ન અને પાર્ટીઓમાં પણ ડાન્સ કર્યો હતો.

આજે નોરાના ઇન્સ્ટાગ્રામ પર 20.7 મિલિયન જેટલા ફોલોઅર્સ થઇ ચુક્યા છે. હાલ નોરા સિંગલ છે પણ એક સમયે નોરા બોડી બિલ્ડર વરીન્દર સિંહ ઘુમનને ડેટ કરી રહી હતી, જે પોતાની ડેબ્યુ ફિલ્મ રોરમાં પણ જોવા મળ્યો હતો.

નોરાએ અમુક સમય સુધી રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની જજની ખુરશી પણ સંભાળી હતી. મલાઈકા અરોરા કોરોનાથી સંક્રમિત થવાને લીધે હોમ ક્વોરેન્ટાઇન હતી, તેની ગેરહાજરી નોરા ફતેહીએ પૂર્ણ કરી હતી.નરા ફતેહીના આઈટમ સોંગ દિલબર દિલબર, કમરિયાં, હાય ગરમી પણ ખુબ હિટ રહ્યા છે.