નોરા ફતેહીએ યલો વનપીસ ડ્રેસમાં લૂંટી મહેફિલ, બોલ્ડનેસના દીવાના થયા ચાહકો

યલો ડ્રેસ, લાલ પર્સ… તૈયાર થઇને ઘરેથી નીકળી બેપનાહ ખૂબસુરતીની મલિકા નોરા ફતેહી, 7 PHOTOS માં તમારું બધું લૂંટાઈ જશે જુઓ

ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે.

હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરા4ંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે.

નોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની 31 મિલિયન ફોલોઅર્સ છે.

હાલમાં જ નોરાએ તેની કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તે યલો ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે યલો સેંડલ અને રેડ પર્સ કેરી કર્યુ છે. આ લુકમાં નોરા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. ત્યાં જ પરફેક્ટ ફિટિંગ વેસ્ટલાઇન ડ્રેસમાં નોરાનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે.

નોરાનો આ ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર આવતા જ છવાઇ ગયો છે. નોરા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે, તે તસવીરો સાથે સાથે વીડિયો પણ શેર કરતી રહેતી હોય છે. નોરાનો આ લુક ઘણો જ સ્ટાઇલિશ છે. નોરાની આ પોસ્ટ પર અત્યાર સુધી 2.5 મિલિયનથી પણ વધારે લાઇક્સ આવી ચૂકી છે.

નોરાએ આ તસવીરો શેર કરતાની સાથે કેપ્શન લખ્યુ છે કે, મેં જેન અને ફિંચથી બધી જ ગંદગીને દૂર કરી, હું મારા સંકટો સાથે 6ના માધ્યમથી ભાગી રહી છુ. નોરાની આ તસવીરોએ સોશિયલ મીડિયાનો પારો એવો વધારી દીધો કે લોકો નોરા પાસે કોકા કોલાની ડિમાંડ કરવા લાગ્યા.

આમ તો આ પહેલીવાર નથી કે જયારે  નોરાના હુસ્નનો જાદુ છવાયો હોય, આ પહેલા પણ નોરા તેનો જલવો વિખેરી ચૂકી છે. નોરા આ તસવીરોમાં તેની પરફેકટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે અને આ પહેલા પણ તે બોડીકોન ડ્રેસમાં જાદુ ચલાવી ચૂકી છે.

તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે. હાલમાં જ નોરાની “ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” ફિલ્મ રીલીઝ થઇ છે, જેમાં તેના અભિનયની ઘણી સરાહના થઇ છે.

Shah Jina