ડિઝાઇનર છત્રીની નીચે બે લાખનું પર્સ લઇને ટી શર્ટ ફોલ્ડ કરી કયાં નીકળી નોરા ફતેહી ?

ફેન્સના હૃદયના ધબકારા વધી ગયા નોરાને જોતા જ, જુઓ PHOTOS

મુંબઇના વરસાદે તો લોકોના જનજીવન પર અસર કરી છે. વરસાદને કારણે તો રસ્તા પર ગાડી ચલાવવી પણ મુશ્કેલ છે. ચાહકો તેના આ સ્ટાઈલિશ અને હોટ અવતારને જોઈને ખુદને રોકી નથી શકતા. નોરાની ઓવરઓલ સ્ટાઇલિંગ એટલી સરસ હતી કે નોરાની તસવીર પરથી નજર હટાવી લોકો માટે મુશ્કિલ હતું. તેવું જ કંઈક ફરી એકવાર દેખવા મળ્યું જયારે નોરા મુંબઈના રસ્તા પર વરસાદની સીઝનમાં બોલ્ડ અંદાજમાં નજર આવી હતી.

બોલિવૂડની ડાન્સ કવીન નોરા ફતેહી તેના બોલ્ડ લુક્સથી ઇન્ટરનેટનો પારો વધારી દેતી હોય છે. નોરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. નોરા ફતેહી તેના લુક્સને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે.

આ માટે હવે માયાનગરીના સ્ટાર્સ બીજા રસ્તાનો સહારો લઇ રહ્યા છે. લાખોની ગાડી છોડી નોરા ફતેહી સમુદ્રના વાહનોથી સફર કરતી જોવા મળી રહી છે. ઘણા સમયથી તેને જેટી પર જતી જોઇ શકાય છે. ત્યારે નોરાને વર્સોવા જેટી પાસે સ્પોટ કરવામાં આવી.

બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહી ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોરાની ગ્લેમરસ તસવીરો અને બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થતા હોય છે.

નોરાનો આ દરમિયાનનો લુક જોવાલાયક  હતો. ડિઝાઇનર છત્રી, વ્હાઇટ નોટેડ ક્રોપ ટોપ, બ્લુ ડેનિમ અને બે લાખનું બેગ લઇ નીકળેલી નોરા ફતેહીને જોઇને તો બધા દંગ જ રહી ગયા હતા. જેટીથી ઉતરી નોરાએ રેઇનકોટ પહેર્યો અને બાઇક પર બેસી ત્યાંથી નીકળી ગઇ.

થોડ સમયથી નોરાનું આ જ રૂટીન ચાલી રહ્યુ છે. તે જેટીથી આવે છે અને બાઇક પર સવાર થઇ શુટિંગ લોકેશન પર પહોંચી જાય છે. છેલ્લા દિવસોમાં તેને પિંક સાડીમાં સ્પોટ કરવામાં આવી હતી. તે આ સાડીમાં ઘણી  ખૂબસુરત લાગી રહી હતી. પરંતુ તેને આ દરમિયાન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તે સાડીમાં જેવી રીતે ચાલી રહી હતી, તેને લઇને સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહીનું ફેશનના મામલે ગજબ ટ્રાંસફોર્મેશન જોવા મળે છે. સિંપલ ક્લોથમાં નજર આવનાર આ હસીના વધારે ડિઝાઇનર અને લગ્ઝરી લેવલના ક્લોથમાં જોવા મળે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, તે એટલી કોન્ફિડેન્ટલી કોઇ પણ આઉટફિટ કેરી કરે છે કે બોલિવુડની બીજી ફેશન લવર બાલાઓ પણ ફીકી પડી જાય છે. આ કારણ છે કે ડિઝાઇનર્સ પોતે પણ નોરાને શોસ્ટોપર માટે પસંદ કરે છે.

નોરા આજે બોલિવુડમાં શાનદાર ડાંસર તરીકે જાણિતી છે. ફિલ્મ “રોર : ટાઇગર ઓફ ધ સુંદરબન્સ”થી બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે. “સત્યમેવ જયતે”ના દિલબર ગીત બાદથી નોરાની પોપ્યુલારિટી તો તેજી સાથે વધતી જઇ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર ડાંસના જલવા બતાવ્યા છે. નોરા બોલિવુડ ડાંસ ઉપરાંત બેલી ડાંસમાં પણ ખૂબ માહિર છે.

નોરા તેની ગ્લેમરસ તસવીરો જ નહિ પરંતુ તેના ડાંસ વીડિયોથી પણ ચાહકોને દિવાના બનાવી દે છે. ચાહકો પણ નોરાના ડાંસ વીડિયોને પસંદ કરે છે અને લાઇક પણ કરે છે. તેમજ કોઇ પણ તસવીરો કે વીડિયો પર ખૂબ જ કમેન્ટ પણ કરે છે.

Shah Jina