‘દિલબર ગર્લ’ નોરા ફતેહીએ બ્લુ હગિંગ ડ્રેસમાં કર્વી ફિગર કરી ફ્લોન્ટ, ખુબસુરતી હોય તો આવી…

નોરા ફતેહીએ પેટ પીચકાવીને આપ્યા પોઝ, લોકો બોલ્યા ‘પ્લીઝ શ્વાસ લઇ લો, એબ્સ દેખાડવા જરૂરી નથી…’

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી સોશિયલ મીડિયા સેન્સેશન છે. અભિનેત્રી તેની બોલ્ડ તસવીરોથી ચાહકોને મદહોશ કરવાથી ક્યારેય ચૂકતી નથી. નોરા ફતેહી જયારે પણ બહાર નીકળે છે તો એક ફેશન સ્ટેટમેન્ટ બની જતી હોય છે. ચાહકોને તેની એક ઝલક જોવાની રાહ રહેતી હોય છે. નોરા સોશિયલ મીડિયા પર  તસવીરો શેર કરતા જ લાખો લાઇક્સ આવી જતી હોય છે.

નોરા ફતેહી ફરી એક વાર ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલા જ હુસ્નની મલ્લિકા નોરા ફતેહી ફિલ્મસિટીમાં સ્પોટ થઇ હતી. આ દરમ્યાન પેપરાજીઓએ અભિનેત્રીની કેટલીક તસવીરો પણ ક્લિક કરી હતી જેમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તસવીરમાં નોરા ફતેહી દરેક વખતની જેમ સ્ટાઈલિશ ડ્રેસમાં નજર આવી હતી.

તસવીરમાં અભિનેત્રી બ્લુ કલરના બોડી-હગિંગ કો-ઓર્ડ સેટમાં કહેર વરસાવી રહી હતી. લુકની વાત કરીએ તો બ્લુ ક્રોપ ટોપની સાથે થાઈ હાઈ સ્કર્ટમાં નજર આવી હતી. અભિનેત્રીએ તેના લુકને મિનિમલ મેકઅપ અને  ખુલ્લા વાળથી કમ્પ્લીટ કર્યું હતું. તે દરમ્યાન નોરાએ સિલ્વર હિલ્સ પહેર્યા હતા. નોરા પેપરાજીઓને કાતિલ અંદાજમાં પોઝ આપી રહી હતી. નોરા ફતેહીનો લુક આ બ્લુ ડ્રેસમાં ખુબ બોલ્ડ લાગી રહ્યો હતો. તસવીર પરથી અનુમાન લગાવી શકાય છે કે અભિનેત્રી તસવીર ક્લિક કરાવતી વખતે રિલેક્સ મૂડમાં દેખાઈ રહી હતી.

નોરા પરફેક્ટ ડાન્સર છે. તેની ફેશનસેન્સ લોકોને ગમી જતી હોય છે. નોરા ફતેહીની ખાસિયત છે કે વેસ્ટર્ન ડ્રેસ ખુબ જ સરસ રીતે કેરી કરતી હોય છે. નોરા ફતેહી ઘણીવાર મિનિમલ મેકઅપ સાથે નજર આવતી હોય છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી હાલમાં જ ‘સત્યમેવ જયતે 2’ના ‘કુસુ કુસુ’ ગીતમાં ડાન્સ કરતી નજર આવી હતી. ચાહકોએ આ ગીત પર તેના ડાન્સને ખુબ પસંદ કર્યો હતો. ‘કુસુ કુસુ’માં નોરા ફતેહી બેલી ડાન્સનો જલવો વિખેરી રહી હતી જે ચાહકોને મદહોશ કરવા માટે સફળ રહ્યો હતો.

દિલબર-દિલબર’ની જેમ ‘કુસુ કુસુ’ પણ હિટ થઇ ગયું છે પરંતુ તેના માટે અભિનેત્રીને ઘણી બધી મહેનત કરવી પડી હતી. ‘કુસુ કુસુ’ ગીતમાં ડાન્સ કરતી વખતે અભિનેત્રીને પગમાં વાગ્યું પણ હતું. નોરા ફતેહીએ કહ્યું હતું કે ગીતમાં ડ્રેસને મેચ કરતી હિલ્સ પહેરી હતી. જયારે હું ડાન્સ કરી રહી હતી ત્યારે પગમાં કાચ વાગી ગયો હતો જેના લીધે પગમાંથી લોહી પણ નીકળ્યું હતું.

Patel Meet