નોરા ફતેહી ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં મુંબઇ એરપોર્ટ પર થઇ સ્પોટ, તસવીરો જોતા જ થઇ જશો પાગલ

બોલિવુડની ડાંસિંગ ક્વીન અને દિલબર ગર્લ નોરા ફતેહી અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે.નોરા ફતેહી સ્ટાઇલ દિવા છે આ વાતમાં કોઇ શક નથી. તે જયારે પણ ઘરેથી નીકળે છે તો કમાલ કરી દે છે. હાલમાં કંઇક આવું જ થયુ. નોરા ફતેહી ઘરેથી નીકળી તો લોકોની આંખો તો તેના પર જ અટકી ગઇ.નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 36 મિલિયન ફોલોઅર્સ છે.

નોરાની કોઇ પણ તસવીરો હોય તે જોતજોતામાં જ વાયરલ થઇ જતી હોય છે.નોરાને અવાર નવાર ઘર બહાર  અને મુંબઇના રસ્તાઓ પર કે કોઇ ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવતી હોય છે અને દરમિયાન પણ તે ઘણી ચર્ચામાં રહેતી હોય છે.તે  કોઇ પણ આઉટફિટ ઘણી કોન્ફિટેન્ટલી કેરી કરે છે.

નોરા આઉટફિટમાં સુપર હોટ ફિગર પણ ફ્લોન્ટ કરે છે. નોરા તેની ગ્લેમરસ તસવીરો જ નહિ પરંતુ તેના ડાંસ વીડિયોથી પણ ચાહકોને દિવાના બનાવી દે છે. ચાહકો પણ નોરાના ડાંસ વીડિયોને પસંદ કરે છે અને લાઇક પણ કરે છે. તેમજ કોઇ પણ તસવીરો કે વીડિયો પર ખૂબ જ કમેન્ટ પણ કરે છે. હાલમાં જ નોરાને પેપરાજીઓ દ્વારા એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તે ઘણા સ્ટાઇલિશ અવતારમાં સ્પોટ થઇ હતી.

બોલિવુડની ફેમસ દીવા નોરા ફતેહી મુંબઇ એરપોર્ટ પર એન્ટ્રી લેતા સમયે કેમેરામાં કેદ થઇ હતી. નોરાએ આ દરમિયાન ગાઉન કેરી કર્યુ હતુ અને તેણે માસ્ક પણ કેરી કર્યુ હતુ. નોરા હાલમાં તેના જલપરીવાળા અવતારને લઇને પણ ઘણી ચર્ચામાં છે. તેનો એક આલ્બમ આવવાનો છે, જેમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળવાની છે અને તેણે આ પર કહ્યુ હતુ કે, મને આ આલ્બમ પાસેથી ઘણી આશાઓ છે, મને ખાતરી છે કે લોકોને તે ગમશે.

તેણે કહ્યું કે આ આલ્બમનું સંગીત ખૂબ જ અલગ છે. મ્યુઝિક આલ્બમ અંગે નોરાએ કહ્યું કે આ આલ્બમના વિઝ્યુઅલ્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ મ્યુઝિક આલ્બમનું નિર્દેશન બોસ્કો માર્ટિસ દ્વારા કરવામાં આવ્યું છે.નોરાનો એક મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થવા જઈ રહ્યો છે જેમાં તે મરમેઈડના અવતારમાં જોવા મળશે.

નોરાના ડાન્સ મૂવ્સના લાખો લોકો દિવાના છે. તેના ડાન્સનો કોઈ જવાબ નથી. આ સિવાય નોરાએ હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નોરા પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. પરંતુ તે હાલ એક વાતને લઇને ઘણી ચર્ચામાં છે અને તે છે 200 કરોડ મની લોન્ડ્રિંગ કેસ. નોરાએ એ સ્વીકાર્યું છે કે ઠગ સુકેશે તેને BMW કાર ગિફ્ટ કરી હતી. ED અનુસાર, નોરાને સુકેશ પાસેથી ઘણી મોંઘી ભેટ મળી હતી. બંને અભિનેત્રીઓ જેકલીન અને નોરાની ED દ્વારા ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એવી ખબર સામે આવી હતી કે નોરા ફતેહી પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવાને ડેટ કરી રહી છે. ગત શનિવારના રોજ ગોવામાં ગુરુ રંધાવા અને નોરા ફતેહીની બીચ પરની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ ગઇ હતી. વાયરલ થઈ રહેલી તસવીરમાં બંને જોરદાર હસતા જોવા મળ્યા હતા.

અન્ય એક તસવીરમાં નોરા અને ગુરુ બીચ પર ચાલતા જોવા મળ્યા હતા, આ તસવીર જોઈને લાગી રહ્યુ હતુ કે બંનેનું બોન્ડ એકદમ મજબૂત છે. આ તસવીરો જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે શું તેઓ એક મ્યુઝિક વીડિયો માટે સાથે કામ કરી રહ્યા છે કે પછી તેમની વચ્ચે કોઈ ખીચડી રંધાઇ રહી છે.

ગુરુ રંધાવા એક અદ્ભુત ગાયક અને કલાકાર છે અને દરેક જણ નોરા ફતેહીની નૃત્ય કુશળતાના દિવાના છે. તેથી શક્ય છે કે બંને કોઈ નવા પ્રોજેક્ટને કારણે સાથે આવ્યા હોય. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે ચાહકોએ હવે રાહ જોવી પડશે.

Shah Jina