બ્લેક જલપરી જેવો ડ્રેસ પહેરી મટક-મટક ચાલી નોરા ફતેહી, મસ્તાની ચાલ પર લાખો દિલ અટકી ગયા

બોલિવૂડની દિલબર નોરા ફતેહીને આજે કોઈ ઓળખમાં રસ નથી, નોરાએ પોતાની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું છે. નોરા ફતેહીના ચાહકોની યાદી ઘણી લાંબી છે. આ જ કારણ છે કે અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનું લિસ્ટ પણ લાંબુ છે. નોરાના ગીતો અવારનવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે.નોરા ફતેહી એવી અભિનેત્રીઓમાંની એક છે જેની ફેશન હંમેશા હેડલાઇન્સમાં રહે છે. રેડ કાર્પેટ હોય, એરપોર્ટ હોય કે શૂટિંગ સેટ, અભિનેત્રી એવા અદ્ભુત કપડામાં જોવા મળે છે જે તેની સુંદરતા બમણી કરી દે છે.

આ વખતે પણ એવું થયુ જ્યારે તે એક એવો જ ડ્રેસ પહેરીને બહાર આવી કે લોકો તેનો હોટ અવતાર જોતા જ રહી ગયા. જ્યારે શૂટિંગ સેટ પર પેપરાજી દ્વારા નોરાને કેમેરામાં કેદ કરવામાં આવી હતી, ત્યારે તેના માથાથી પગ સુધીનો દેખાવ એવો હતો કે જાણે તે કોઈ ઇવેન્ટના રેડ કાર્પેટ પર ઊભી હોય. નોરા ફતેહી તેના સિઝલિંગ ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતી છે. ઇન્ડસ્ટ્રીમાં સખત મહેનત કર્યા બાદ તેણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

નોરા ફતેહીને આપણે નાના અને મોટા પડદા પર ઘણી વાર જોઈ છે. તે આઈટમ ડાન્સ નંબર ફિલ્મ ‘સત્યમેવ જયતે’, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’, ‘બાટલા હાઉસ’ સહિત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેના ડાન્સ નંબર અલગ જ ધૂમ મચાવે છે. આજકાલ નોરા ફતેહી નાના પડદાની લાઇમલાઇટનો આનંદ માણી રહી છે. તે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ને જજ કરતી જોવા મળે છે. નોરા ફતેહી હંમેશા પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સથી પ્રભાવિત કરે છે.

તાજેતરમાં નોરા ફતેહી ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં ગેસ્ટ તરીકે જોવા મળી હતી. તે માસ્ટર મર્ઝી અને નીતુ કપૂર સાથે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ શોને જજ કરતી જોવા મળે છે. નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્લેક શીયર ડ્રેસ પહેરીને ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટ પર પહોંચી હતી.

આ બોડી ફીટ ડ્રેસ ખૂબ જ સુંદર હતો. જે ડીપ નેકલાઇનમાં હતો. નોરાનો હાલમાં જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તે બ્લેક મરમેઇડ ડ્રેસ પહેરીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. વીડિયોમાં નોરાની આકર્ષક સ્ટાઈલ તમને તેના દિવાના પણ બનાવી શકે છે. નોરાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ લૂકમાં નોરાના ઘણા ફોટા પણ સામે આવ્યા છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by (@nora.fatehi_love)

નોરાનો આ વીડિયો હજારો વખત જોવામાં આવ્યો છે. પરંતુ કેટલાક યુઝર્સને નોરા ફતેહીનો આ ડ્રેસ વધારે પસંદ આવ્યો ન હતો. બાળકોના શોને જજ કરવા આવેલી નોરા ફતેહી ટ્રોલ થઈ હતી. એક યુઝરે લખ્યું કે, “તે બાળકોના શોને જજ કરી રહી છે, તે પણ આ કપડા પહેરીને. આ લોકો પોતાનું શરીર બતાવીને જ પૈસા કમાઈ શકે છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “આ એ લોકો છે જે યુવાનોને બરબાદ કરે છે. બહેન રેડ કાર્પેટ પર નથી જઈ રહી, તે જજ કરવા જઈ રહી છે, તે પ્રમાણે ડ્રેસ કરો.”

Shah Jina