
‘દિલબર ગર્લ’ તથા ફિલ્મ બાહુબલીમાં આઈટમ સોન્ગ દ્વારા ફેમસ થયેલી અભિનેત્રી ‘નોરા ફતેહી’ હાલના દિવસોમાં બેંગકોક શહેરની સુંદર વાદીઓની મજા લઇ રહી છે.તેના વેકેશનની અમુક તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેયર થયેલા છે જેમાં તે બેંગકોકમાં મસ્તી કરતી દેખાઈ રહી છે.

નોરા એક બેસ્ટ ડાન્સર છે અને મોટાભાગે પોતાના ડાન્સિંગ વીડિયોને સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે.દર્શકો પણ નોરાના ડાન્સને ખુબ પસંદ કરે છે.બેંગકોકમાં આરામ કરવાની સાથે સાથે નોરા લોકલ માર્કેટમાં કપડા વહેંચતી નજરમાં આવી છે.

નોરાનો આ વિડીયો પણ સોશીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે બેંગકોકની ગલીઓમાં કપડા વહેંચી રહેલી દેખાઈ રહી છે.

વીડિયોમાં નોરા જમીન પર નીચે બેઠેલી છે અને લોકોને કપડાઓ દેખાડી રહી છે.આ દરમિયાન નોરાએ પીચ કલરનું ટીશર્ટ અને શોર્ટ્સ પહેરી રાખ્યું છે,અને તેની આજુબાજુમાં પણ કપડાનો ઢગલો પડેલો દેખાઈ રહ્યો છે.વીડિયોમાં નોરા ખુબ જ ખુશ દેખાઈ રહી છે અને ખાસ વાત એ છે કે તેમણે સ્થાનિય ભાષામાં ત્યાંના ગ્રાહકો સાથે કપડાંની ડીલ કરી હતી.
નોરા ગ્રાહકોને કપડા દેખાડીને તેઓની સાથે ભાવ-તાલ કરી રહી છે.ફૈન્સ તેના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. નોરા એક સેલ્સમેન તરીકે પણ કોઈ અભિનેત્રીથી ઓછી નથી લાગી રહી. નોંધ: આ વિડીયો મજાક મસ્તી માટે મુકેલો હતો. રિયલ લાઈફમાં આ અભિનેત્રી કપડાં નહોતી વહેંચતી.
જણાવી દઈએ કે નોરા ફતેહી તેની પહેલા ‘દિલબર દિલબર’ ગીતમાં બેલી ડાન્સ કરીને ચર્ચામાં આવી હતી. તેના આ ગીત અને ડાન્સને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.આ ગીતના વીડિયોને યુ-ટ્યુબ પર 12 કરોડથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે.

હાલમાં જ નોરા સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પણ નજરમાં આવી છે. જેમાં તેમણે લૈટિન અમેરિકન છોકરીનો કિરદાર રજૂ કર્યો છે. નોરાના કિરદારની શૂટિંગ માલ્ટામાં કરવામાં આવી હતી. નોરાએ ફિલ્મ ભારતમાં પોતાના કિરદાર માટે અમેરિકન ભાષા પણ શીખી હતી.

હવે નોરા રેમો ડિસૂજાની ફિલ્મ સ્ટ્રીટ ડાંસર માં જોવા મળશે. જે 24 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ નજરમાં આવવાના છે. આ ફિલ્મ એબીસીડી ફિલ્મની સિક્વલ છે.ફિલ્મના અમુક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવી ચુક્યા છે.નોરા મોટાભાગે ફિલ્મના સેટની તસ્વીરો અને વિડીયો શેયર કરતી રહે છે.
જુઓ નોરા ફતેહીનો કપડા વહેંચી રહેલી વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks