લાલ વેલ્વેટ ડ્રેસમાં સ્વર્ગથી આવેલી પરી જેવી દેખાય છે નોરા, 7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા બસ કર આટલું બધું ન દેખાડ
નોરા ફતેહી આ દિવસોમાં અલગ અલગ અવતારમાં નજર આવી રહી છે. બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. નોરાએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં નોરા ખુબ જ હોટ નજર આવી રહી છે.
ચાહકોની તસવીરો પરથી નજર હટાવી મુશ્કેલ બની ગઈ છે. નોરાએ આ તસવીરોમાં લાલ કલરમાં સોનેટ ફેબ્રિકથી બનેલો ડ્રેસ પહેર્યો છે. જેમાં ડીપ નેક સાથે ફ્લોરલ સ્લીવ છે. આ ડ્રેસમાં નોરા ખુબ જ સુંદર અને હોટ દેખાઈ રહી છે. દરેક વખતી જેમ નોરા આ તસવીરોમાં પણ ખુબ જ કોન્ફિડન્ટ નજર આવી રહી છે. નોરાનો આ લુક ચાહકોને ઘાયલ કરી રહ્યો છે.
થોડા સમય પહેલા જ નોરાએ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં નોરા બેસ્પોક વાઈન લાલ કલરના ગાઉનમાં નજર આવી હતી. ડાન્સરથી અભિનેત્રી બનેલી નોરા તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. નોરાના આ લાલ કલરના ડ્રેસની કિંમત લગભગ 51 હજાર રૂપિયા છે. તમે આ ડ્રેસને સ્પ્રિંગ સમર માટે ટ્રાય કરી શકો છો.
એક રિપોર્ટ પ્રમાણે નોરાના આ ડ્રેસને બ્રિટિશ કંટેમ્પરી વૂંમન ફેશન લેબલે ડિઝાઇન કરેલું છે. નોરાએ આ ડ્રેસની સાથે કલરના હાઈ હીલ સેન્ડલ પહેરેલા છે. નોરાએ ગળામાં ખુબ જ પાતળી થ્રી લેયર ચેન પહેરેલી છે.
જે તેના લુકને ખુબ જ સુંદર દેખાડી રહ્યું છે. નોરાએ જેવી જ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી મિનિટોમાં જ તસવીર વાયરલ થઇ ગઈ હતી. ચાહકોને નોરાનો લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકો ખુબ જ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે.
નોરાની આ તસવીરોને અત્યાર સુધીમાં 1.6 મિલિયનથી પણ વધારે લાઈક આવી ગઈ છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે નોરાને સોશિયલ મીડિયા પર ફેનફોલોઇંગ ઘણી વધારે છે. નોરાને ઇન્ડસ્ટ્રીમાં તેના જબરદસ્ત ડાન્સ માટે ઓળખવામાં આવે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી ‘ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં નજર આવશે. તે ફિલ્મના લીડ રોલમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અને શરદ કેલકર નજર આવશે. આ ફિલ્મ ડિઝની+હોટસ્ટાર પર 13 ઓગસ્ટે રિલીઝ થશે.