ખબર ફિલ્મી દુનિયા

લગ્ન માટે તૈયાર થઇ ગઈ નોરા ફતેહી, વરરાજાનું મોઢું બતાવીને કહ્યું: “અમે લગ્ન કરી રહ્યા છીએ”

આ વ્યક્તિ જોડે નોરા ફતેહી કરશે લગ્ન, સાંભળીને કરોડો ફેન્સ ચોંકી ઉઠ્યા

પોતાના ડાન્સથી ચાહકોના દિલમાં રાજ કરવા વાળી અભિનેત્રી નોરા ફતેહી સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ડાન્સ વીડિયો અને તસવીરો પણ શેર કરતી રહે છે. તેનો આ અંદાજ જોઈને કોઈ પણ વ્યક્તિ તેના પ્રેમમાં પડી શકે અને લાખો લોકો નોરા સાથે લગ્ન કરવા માટે તૈયાર બેઠા છે એ પછી કોઈ જુવાન હોય કે બાળક. પરંતુ આ બધા વચ્ચે જ નોરાએ લગ્ન માટે છોકરો શોધી લીધાની જાહેરાત કરીને બધાને જ ચોંકાવી દીધા છે.

Image Source

ખબર તો એવી પણ આવી રહી છે કે નોરા જલ્દી લગ્ન કરવાની છે, આ વાતની જાણકારી તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા જ આપી છે. નોરાનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે. લગ્ન માટે છોકરો પણ તેને સોશિયલ મીડિયા ઉપર જ શોધી લીધો છે.

Image Source

હાલમાં જ નોરા માટે એક એવું પ્રપોઝલ આવ્યું કે તેને જોઈને નોરા રિએક્ટ કરતા પોતાને રોકી ના શકી. નોરાના એક ચાહકે વીડિયો શેર કર્યો છે. જેમાં એક બાળકે નોરા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોરાએ આ બાળકના વીડિયોને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.

Image Source

આ વીડિયોની અંદર બાળક કહી રહ્યું છે કે તે “દિલબર ગર્લ” સાથે લગ્ન કરવા ઈચ્છે છે. નોરાનો આ નાનો ચાહક જણાવી રહ્યો છે કે “દિલભર વાળી છોકરી સાથે જ લગ્ન કરવા છે.”

આ વીડિયોને નોરાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે અને સાથે લખ્યું છે કે: “બહુ જ થયું, મને મારો પતિ મળી ગયો છે, અમે લગ્ન કરી રહ્યા છીએ.” નોરાના આ ક્યૂટ રિએક્શન ઉપર ચાહકો પણ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

Image Source

નોરા ફતેહીએ દિલભર, સાકી સાકી અને કમરિયાં જેવા ગીતો ઉપર ખુબ જ ધૂમ મચાવી હતી. સોશિયલ મીડિયા ઉપર તેના ડાન્સને પણ લોકો વારંવાર જુએ છે. રિયાલિટી શો બિગ બોસમાં આવ્યા બાદ તેના કેરિયરમાં વધારો થયેલો પણ જોવા મળ્યો છે.