નોરા ફતેહીના ગાર્ડે પલળતા પલળતા સાચવી તેની સાડી, લોકોએ કહ્યું. “આ વળી ક્યાંની મહારાણી છે ?” જુઓ વીડિયો

ગુલાબી સાડીમાં નોરાનું થઇ ગયું ઉપ્સ મોમેન્ટ, વીડિયો જોતા જ શરમથી ડૂબી મરશો….

નોરા ફતેહીનું બોલીવુડની અંદર ખુબ જ મોટું નામ થઇ ગયું છે.  ચાહકો તેના ડાન્સના દીવાના છે અને એટલે જ તેને ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખવામાં આવે છે, નોરા જ્યાં પણ જાય છે ત્યાં પેપરાજી તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા આતુર રહેતા હોય છે, તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ પણ થઇ જાય છે, ઘણીવાર નોરાની તસવીરો અને વીડિયોમાં કંઈક એવું પણ જોવા મળે છે જેના કારણે નોરાને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે.

હાલ પણ કંઈક આવું જ જોવા મળ્યું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તાજેતરમાં જ નોરા ફતેહી ટીવીના રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયર્સના સેટ પર જોવા મળી હતી. જ્યારે તે સેટ પર પહોંચી ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ દરમિયાન તેણે પિંક કલરની સાડી પહેરી હતી અને તે વરસાદમાં તેની સાડી સંભાળી શકી નહોતી. તેનો સુરક્ષા ગાર્ડ તેની સાડી ઉપાડતો જોવા મળ્યો હતો. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે વરસાદમાં સેટ પર કારમાંથી નીચે ઉતરતી વખતે નોરાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની સાડી ભીની થતી વખતે સુરક્ષા ગાર્ડે સંભાળી હતી અને તેને વેનિટી વેન સુધી પહોંચાડી હતી.

વીડિયો વાયરલ થતા જ લોકો નોરાને ટ્રોલ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે “આ ક્યાંની મહારાણી છે. સિક્યુરિટી ગાર્ડ પાસે પોતાની સાડી સચાવડાવવી નોરાને ખુબ જ ભારે પડી ગઈ. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે નોરા વરસાદમાં છત્રીથી પોતાને બચાવી રહી છે પરંતુ તેનો ગાર્ડ તેની સાડી ભીની થતા બચાવી રહ્યો છે અને આજ વાત લોકોને પસંદ ના આવી.

એકે લખ્યું “ગરીબ વ્યક્તિમાં હંમેશા અમીર વ્યક્તિનું સમર્થન કરવાની હિંમત હોય છે, છોકરાને સલામ.” બીજા એકે કહ્યું “જાતે કપડાં પહેરો અને ધ્યાન બીજા રાખે. એકે મજાક કરતા લખ્યું,  “કાયમ શોર્ટ્સ પહેરીને ફરે છે અને વરસાદમાં સાડી.” સોશિયલ મીડિયામાં નોરાનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ જબરદસ્ત રીતે નોરાને ટ્રોલ કરી રહ્યા છે.

ટ્રોલર્સ ભલે કંઈપણ કહેતા હોય પરંતુ નોરા ગુલાબી સાડીમાં ગુલાબની જેમ ખીલી છે. તેના પર પિંક સાડી ખૂબ જ સારી લાગી રહી છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રીના બ્લાઉઝે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. સાડીના બ્લાઉઝને ફેધર સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવ્યો હતો. આ બેકલે બ્લાઉઝમાં નોરા ગ્લેમરસ સ્ટાઈલમાં ધૂમ મચાવી રહી હતી. નોરાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઇએ કે નોરા ફતેહી બિગ બોસ સીઝન 9માં નજર આવી હતી. આ શોથી કેનેડિયન ડાન્સરને ઓળખ મળી અને તે બાદ નોરાએ બેક ટુ બેક ચાર હિટ સૉન્ગ આપ્યા અને લોકોને પોતાના ડાન્સથી દિવાના બનાવ્યા. જો કે બિગ બોસ પહેલાં બાહુબલીના સોન્ગમાં તે નજર આવી ચુકી છે પરંતુ તે સમયે તે એટલી ફેમસ ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

નોરાનું મરજાવા ફિલ્મનું ‘એક તો કમ ઝિંદગાની’ સૉન્ગ રિલિઝ થયું હતુ જે લોકોને ખુબ પસંદ આવ્યુ હતુ. ચાહકોએ આ ગીતને રિસ્પોન્સ પણ સારો આપ્યો હતો. આ પહેલાં તે સ્ત્રી ફિલ્મનું કમરિયા, સત્યમેવ જયતેનું દિલબર અને બાટલા હાઉસના સાકી સાકી સૉન્ગમાં નજર આવી ચુકી છે. સત્યમેવ જયતેનું દિલબર સૉન્ગ એટલુ ફેમસ થયુ કે તે પછીથી નોરા દિલબર ગર્લના નામે ફેમસ થઇ ગઇ.

Niraj Patel