નોરા ફતેહીએ મુંબઇ મેટ્રોમાં કર્યો ડાંસ અને યાત્રીઓ સામે જ બતાવ્યા બોલ્ડ મૂવ્સ…વીડિયો જોઇ લોકોએ કરી ટ્રોલ

મુંબઇ મેટ્રોમાં ડાંસ કરવા પર ટ્રોલ થઇ નોરા ફતેહી, લોકોએ કહ્યુ- સસ્તી નૌટંકી

બોલિવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક તે તેના ડાન્સને લઇને તો ક્યારેક બોલ્ડ લુકને લઇને… હાલમાં નોરા તેની આગામી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ના પ્રમોશમાં વ્યસ્ત છે, તાજેતરમાં જ નોરા મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે મેટ્રોની અંદર ખૂબ જ બોલ્ડ ડાન્સ કર્યો.

આ પછી જ્યારે નોરા ફતેહીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે તે યુઝર્સના નિશાના પર આવી ગઈ. યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, ‘તમે ક્યારેય સારા કપડાં કેમ નથી પહેરી શકતા ? અન્ય એક યુઝરે લખ્યું કે તમે મેટ્રોમાં ડાન્સ કેમ કરી રહ્યા છો. જો કે, એક યુઝરે તો તેને ‘સસ્તી નૌટંકી’ પણ કહી.

જણાવી દઇએ કે, આ પહેલા પણ ઘણીવાર નોરા ટ્રોલર્સના નિશાના પર આવી ચુકી છે. ટીવીના લોકપ્રિય ડાન્સ શો ‘ડાન્સ પ્લસ પ્રો’માં નોરાના એક ડાંસની ઘણી ચર્ચા થઇ હતી, જેમાં તે ચાલુ ડાંસે પાણી રેડતી જોવા મળી હતી. આ દરમિયાન નોરા સ્ટેજ પર નાચ મેરી રાની પર ડાંસ મૂવ્સ બતાવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by .. (@nora_fatehi.lovres)

Shah Jina