બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહીએ પોતાના શાનદાર ડાન્સ અને સોંગથી લોકોનું દીલ જીતવામાં કંઈપણ બાકી નથી રાખ્યું. અમુક દિવસો પહેલા જ તેનું રિલીઝ થયેલું ગીત પછતાંઓગેને લોકોએ ખુબ પસંદ કર્યું છે. આ બધા સિવાય નોરાએ પોતાના વ્યવહારથી પણ લોકોનું દિલ જીતી લીધું છે.
View this post on Instagram
નોરા ફતેહીની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે. જેમાં નોરા મુંબઈના માહીમ બીચના કિનારે સફાઈ કરતી અને કચરો ઉઠાવતી જોવા મળી રહી છે. નોરાના આવા વ્યવહારના ફૈન્સ ખુબ જ વખાણ કરી રહ્યા છે.
તસ્વીરમાં નોરા બ્લેક ટ્રાઉઝર અને ટીશર્ટમાં દેખાઈ રહી છે. તેની સાથે રાધિકા મદાન પણ સફાઈ કરતી દેખાઈ રહી છે. બીચ પર સાફ સફાઈ કરવાના સિવાય નોરાએ ત્યાં હાજર લોકો સાથે ડાન્સ પણ કર્યો હતો. આ ડાન્સમાં તેના સ્ટેપ્સ અને એનર્જી જોવા લાયક છે. દિલબર ગર્લના આવા અંદાજને જોઈને લોકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે.
નોરા ફતેહીની આ તસ્વીરો અને વિડીયોને પોતાના ફૈનપેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેને શેર કરતા લખ્યું કે,”નોરા ખુબ જ નમ્ર સ્વભાવની છે”.
View this post on Instagram
It lingers when we done … ———————————————— Hair makeup @namratasoni 📷 @anups_
જણાવી દઈએ કે ભારતમાં નોરા ફતેહીને બિગ બોસ દ્વારા ઓળખ મળી હતી. આ શો સિવાય તેણે ડાન્સ અને એક્ટિંગથી પણ ખાસ જગ્યા બનાવી છે. ખાસ કરીને તેનું ‘દિલબર…’ ગીત સૌથી હિટ પાર્ટી નંબર માનું એક છે. નોરા જલ્દી જ વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ડાન્સ આધારિત ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’માં પણ જોવા મળી શકે તેમ છે.
જુઓ નોરા ફતેહીનો વિડીયો…